
મહિલાની હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો
ફુલસરની મહિલા દુકાને વસ્તુ લેવા ગયા ત્યારે શખ્સોએ જીવલેણ હુમલો કરાતા સરવાર દરમિયાન મોત થયું હતું
ભાવનગર શહેરના ફુલસર વિસ્તારમાં જૂની અદાવતને લઈને મહિલાની કરેલી પોલીસ ફરિયાદ તથા આ કેસમાં સમાધાન કરી લેવા આરોપીઓએ ફરિયાદીને દબાણ કરતા ફરીયાદીએ સમાધાનની ના પાડતા આરોપીઓએ ફરીયાદી પર હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા મહિલાનું સારવાર દરમ્યાન મોત થયું છે. જે હત્યાં કેસમાં પોલીસે અગાઉ ત્રણને ઝડપી લીધા હતા. જ્યારે ફરાર થયેલા મુખ્ય આરોપીને બોરતળાવ પોલીસે
ઝડપી લીધો હતી. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર શહેરના ફૂલસર વિસ્તારમાં આવેલ સંસ્કાર વિદ્યાલય ની બાજુમાં ૨૫ વારીયા સ્લમ વસાહતમાં રહેતા અને મજૂરી કરી જીવન નિર્વાહ ચલાવતા ગીતાબેન કિશોરભાઈ મારૂ (ઉ.વ.૪૪) ના પુત્ર ગૌતમને ઘર પાસે
જ રહેતા શૈલેષભાઈ ધનજીભાઈ મકવાણા તથા રોહનભાઈ શંભુભાઈ સાથે માથાકુટ થતા ગૌતમે બંને શખ્સો વિરૂદ્ધ ડી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. જે અંગેનો કેસ કોર્ટમાં ચાલતો હોય ત્યારે ગૌતમના માતા ગીતાબેન પતિ માટે ઘર પાસે આવેલ દુકાને વસ્તુ લેવા ગયા હતા. તે વેળાએ શિલેપ અને રોહન તથા બે અજાણ્યા શખ્સોએ મહિલાને ધમકી આપી હતી. અને જણાવ્યું હતું કે તારા પુત્રએ કરેલો પોલીસ કેસ પોછો ખેંચી લે અને અમારી સાથે
સમાધાન કરી લે આથી મહિલાએ પોલીસ કેસ પરત લેવાની તથા સમાધાનની ના પાડતા ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ મહિલાને પાઈપ વડે આડેધડ માર માર્યો હતો. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમ્યાન ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ અંગે ડી- ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ઘરી હતી. અને મહિલાની હત્યાં કેસમાં સામેલ ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. જ્યારે મુખ્ય આરોપી શખ્સ શૈલેપભાઈ ધનજીભાઈ મકવાણા ( રહે.આખલોલ જકાતનાકા) ફરાર થયો હતો. જેને બોરતળાવ પોલીસે ઝડપી. પાડયો હતો. અને મહિલાની હત્યાં અંગે શખ્સને ઝડપી બોરતળાવ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રિપોર્ટર :ફિરોઝ મલેક ભાવનગર
0 Comments