ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧૬૯૧ વિદ્યાર્થીઓએ એસ. ટી. બસ પાસ કઢાવ્યા

ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧૬૯૧ વિદ્યાર્થીઓએ એસ. ટી. બસ પાસ કઢાવ્યા ------ વિદ્યાર્થીઓ સાથે મીટીંગ કરીને ઓનલાઈન પાસ કાઢવા અંગેની સમજ આપવામાં આવી ------ એસ. ટી. ને વિદ્યાર્થીઓના પાસમાંથી ૧૨ લાખની આવક ------ ભાવનગર ડેપોમાં વિદ્યાર્થીઓના ધસારાને ધ્યાને લઈ એકસ્ટ્રા એક કાઉન્ટર શરૂ કરાયું ------
ભાવનગર અને બોટાદ જિલ્લામાં આસપાસના ગામોમાંથી વિદ્યાર્થીઓ દરરોજ શાળાઓમાં અપ-ડાઉન કરીને આવતા જતાં હોઈ છે ત્યારે શાળા શરૂ થતાં જ ભાવનગર ને બોટાદના આઠ ડેપોમાં વિદ્યાર્થીઓને બસ પાસ કઢાવવા માટે ધસારો જોવા મળતો હોય છે ત્યારે એક જ માસમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના ૧૬૯૧ વિદ્યાર્થીઓએ ઓનલાઈન તથા ઓફલાઇન એસ. ટી. બસ પાસ કાઢીને ૧૨ લાખથી વધુ ની આવક એસ. ટી. વિભાગે કરી હતી. ભાવનગર વિભાગ દ્વારા ભાવનગર ડેપોમાં વિદ્યાર્થીઓના ધસારાને ધ્યાને લઈ એકસ્ટ્રા એક કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ડેપો ખાતે આવતા વિદ્યાર્થીઓને ઓનલાઈન પાસ કાઢવા અંગેની એસ. ઓ. પી. ની સમજણ આપવામાં આવી હતી. શાળા તથા કોલેજોમાં દિવાળીનું વેકેશન પૂર્ણ થતાં નવા સત્ર માટે પાસ કઢાવવા ભાવનગરના ગ્રામ્ય પંથકમાંથી તેમજ ભાવનગર આસપાસના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ એસ. ટી. બસમાં અપ ડાઉન કરતાં હોય છે. જેથી વિદ્યાર્થીઓ દ્વારા બસ પાસ કઢાવવામાં આવે છે જેથી ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે. વેકેશન પૂર્ણ થતાં જ ભાવનગર એસ. ટી. ડેપો સહિત આઠ ડેપોમાં વિદ્યાર્થીઓને ઓનલાઈન પાસ કઢાવવા અંગે એસ. ઓ. પી. ની સમજ આપીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાવનગર ડેપોમાં ૧૯૬ પાસ, તળાજા ડેપોમાં ૩૫૨ પાસ, મહુવા ડેપોમાં ૮૫ પાસ, પાલિતાણા ડેપોમાં ૩૨૪ પાસ, બોટાદ ડેપોમાં ૭૯ પાસ, ગઢડા ડેપોમાં ૩૧૨ પાસ, ગારીયાધાર ડેપોમાં ૨૦૬ પાસ તેમજ બરવાળા ડેપોમાં ૧૩૭ પાસ એમ કુલ ૧૬૯૧ પાસ કાઢવામાં આવ્યા જેમાં ૧૨.૩૯ લાખની આવક થઈ હતી. ભાવનગર ડિવિઝન હેઠળ આવતા ડેપોમાં એસ. ટી. ના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરીને બસ પાસ કઢાવવા માટે આવતા વિદ્યાર્થીઓને પાસ માટે ડેપોમાં લાઇનમાં ઊભું ના રહેવું પડે તેથી ડેપો દ્વારા એસ. ઓ. પી. બહાર પાડવામાં આવી જેમાં https://pass.gsrtc.in/ વેબસાઇટ ઉપર ઓનલાઈન બસ પાસ કાઢી શકશે અને આ એસ. ઓ. પી. વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું છે. -----

Post a Comment

0 Comments