મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું બગદાણા હેલિપેડ ખાતે ઉષ્માસભર સ્વાગત
-----
ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભાવનગરના બગદાણા સ્થિત ગુરુપૂર્ણિમાના અવસરે ગુરુ આશ્રમ દર્શન કરવા માટે બગદાણા હેલિપેડ ખાતે આવી પહોંચ્યા હતા.
હેલિપેડ ખાતે ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયા, ધારાસભ્યશ્રી ગૌતમભાઈ ચૌહાણ, ધારાસભ્યશ્રી શિવાભાઈ ગોહિલ, જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જી.એચ.સોલંકી, પોલીસ અધિક્ષકશ્રી ડો. હર્ષદ પટેલ, પ્રાંત અધિકારીશ્રી ઈશિતા મેર, આગેવાન શ્રી મહેન્દ્ર સિંહ સરવૈયા, શ્રી ભરતભાઈ મેર સહિતના પદાધિકારીઓ, અધિકારીઓએ અને ગુરુઆશ્રમ બગદાણાના ટ્રસ્ટીશ્રીઓ સહિત મહાનુભાવોએ ઉષ્માસભર સ્વાગત કર્યુ હતુ.
------
0 Comments