ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન

ભાવનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું આગમન ----------- રાજ્યકક્ષાનાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યુ સ્વાગત તથા અભિવાદન કર્યુ -----------
સંત બજરંગદાસ બાપાના ગુરુ આશ્રમ બગદાણા ખાતે ગુરુપૂર્ણિમાના મહોત્સવમાં સહભાગી થવા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ભાવનગર એરપોર્ટ ખાતે આવી પહોંચતા રાજ્યકક્ષાનાં કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા, ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રૈયાબેન મીયાણી, મેયરશ્રી ભરતભાઈ બારડે મુખ્યમંત્રીશ્રીને પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યુ સ્વાગત તથા અભિવાદન કર્યુ હતું.
આ અવસરે મ્યુનિસિપલ કમિશનર શ્રી એન.વી.ઉપાધ્યાય, ભાવનગર આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર,પ્રોબેશનરી આઈ.એ.એસ.અધિકારીશ્રી આયુષી જૈન, અધિક નિવાસી કલેકટરશ્રી એન.ડી.ગોવાણી,જિલ્લાના આગેવાન શ્રી અભયભાઈ ચૌહાણ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કર્યું હતું.

Post a Comment

0 Comments