મહુવામાં એમ્બરગ્રીસ સાથે ઝડપાયેલ બંને શખ્સો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધીનિયમ- ૧૯૭૨ અંતર્ગત ગુન્હો દાખલ કરાયો*
------
કોર્ટ દ્રારા બન્ને આરોપીઓના તા. ૦૨ ડિસેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કરાયા
------
ઇન્દ્રજાળ, એમ્બરગ્રીસ વગેરે દરિયાઈ પદાર્થોને ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખવો એ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ ગુન્હો બને છે
------
ભાવનગર પોલીસ દ્વારા તા.૨૮/૧૧/૨૦૨૪ના રોજ મહુવા ખાતે વન્યજીવ રેન્જ મહુવા સ્ટાફ સાથે રહીને એમ્બરગ્રીસ (સ્પર્મ વ્હેલ દ્વારા ઉલ્ટી મારફતે નીકળતો પદાર્થ) નો અંદાજીત ૧૨.૩૦ કિલોગ્રામના જથ્થા સાથે (૧) જયદીપભાઈ મગનભાઈ શિયાળ, ઉ.વ.૨૧, રહે. પ્લોટ નં.૭, ચામુંડાનગર, તુલસી સોસાયટી, મહુવા, જિલ્લો-ભાવનગર (૨) રામજીભાઈ રાહાભાઈ શિયાળ ઉ.વ.૫૬ રહેઃ ગઢડા વાડી વિસ્તાર જરેનાથ મહાદેવના મંદિર પાસે મહુવા, જિલ્લો- ભાવનગર સામે ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખનાર ઇસમોની અટકાયત કરવામાં આવેલ હતી અને વન્યપ્રાણી સંરક્ષણ અધીનિયમ- ૧૯૭૨ની કલમ ૨(૧), ૨(૨), ૨(૧૪), ૨(૩૨), ૩૯, ૪૪, ૪૯-A, ૪૯,-B, ૫૦, ૫૧, ૫૨, અને ૫૭ અંતર્ગત ગુન્હો નોંધવામાં આવેલ છે.

બંન્ને ઇસમોને આજ રોજ મે. એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહે નામદાર કોર્ટ મહુવામાં રજુ કરી બન્ને આરોપીઓના રીમાન્ડની માંગણી કરતા નામદાર કોર્ટ દ્રારા બન્ને આરોપીઓના તા. ૦૨/૧૨/૨૦૨૪ સુધીના રીમાન્ડ મંજુર કરવામાં આવેલ છે. તથા બન્ને આરોપીઓએ અન્ય કોઈ ઇસમોને એમ્બરગ્રીસના સેમ્પલ મોકલેલ છે. તેને વન વિભાગ દ્રારા ગુન્હા કામે શોધી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સંડોવણી બાબતે તથા આ એમ્બરગ્રીસના વેચાણ અને ગેરકાયદેસર કબ્જા /બાબતે મદદનીશ વન સંરક્ષકશ્રી, પાલીતાણા અને પરીક્ષેત્ર વન અધિકારીશ્રી, વન્યજીવ રેન્જ મહુવા તથા રેન્જ સ્ટાફ દ્વારા તપાસની કાર્યવાહી પ્રગતિમાં છે
ઇન્દ્રજાળ, એમ્બરગ્રીસ વગેરે દરિયાઈ પદાર્થોને ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખવો એ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ હેઠળ ગુન્હો બંને છે. અને આ પ્રકારની પ્રવુતિમાં સંડોવાયેલ ઇસમોની માહિતી તત્કાલીક નજીકના વનવિભાગની કચેરીને કરવા નાયબ વન સંરક્ષક પાલિતાણાની યાદીમાં જણાવવામાં આવે છે.
-----
0 Comments