મહુવા નાપત્રકારો એ નવ નિયુક્ત પ્રાંત અધિકારી શ્રી ધવલ રવિયા અને મામલતદાર શ્રી પી. એન. નાયક ની લીધેલ શુભેચ્છા મુલાકાત

મહુવા નાપત્રકારો એ નવ નિયુક્ત પ્રાંત અધિકારી શ્રી ધવલ રવિયા અને મામલતદાર શ્રી પી. એન. નાયક ની લીધેલ શુભેચ્છા મુલાકાત
મહુવા તાલુકા સેવા સદન - વડલી ખાતે આજરોજ તા. 9/11/2024 ને શનિવારે મહુવા ના નવનિયુક્ત ડેપ્યુટી કલેક્ટર (પ્રાંત અધિકારીશ્રી) શ્રી ધવલ રવિયા અને નવ નિયુક્ત મામલતદાર શ્રી પી. એન. નાયક ની પત્રકાર એકતા પરિષદ મહુવા ના પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા ની આગેવાની માં પત્રકારો એ શુભેચ્છા મુલાકાત લીધી.
જેમાં ડેપ્યુટી કલેકટર શ્રી ધવલ રવિયા અને મામલતદાર શ્રી પી.એન.નાયક ને પત્રકાર એકતા પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા એ શાલ, ફૂલહાર બુકે થી જયારે પત્રકાર એકતા પરિષદ મહુવા ના મહામંત્રી શ્રી પરેશભાઈ જીતિયા, પત્રકારો શ્રી રૂપેશભાઈ ધોળકિયા,શ્રી જુબેરભાઈ ગનેજા,શ્રી ઈદ્રીશભાઈ કુરેશી, શ્રી સમીરભાઈ ગાહા, શ્રી જબ્બારભાઈ પાયક અને શ્રી લિયાકતભાઈ વકીલ વગેરે એ ફુલહાર પહેરાવી બુકે થી સન્માનિત કરેલ હતા.
જેનાથી પ્રભાવિત ડેપ્યુટી કલેકટર શ્રી રવિયા અને મામલતદાર શ્રી એ લોકો ના સરળતા થી અને ઝડપી કામ થાય તે માટે પોતાના થી બનતું તમામ કરી છૂટવા બાંહેધરી આપી હતી. અને આ તકે સમગ્ર મહુવા વાસીઓ ને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. જયારે બંને અધિકારીશ્રી ઓ ના માનવતા લક્ષી અભિગમને આવકારી તમામ પત્રકારો એ આભાર વ્યક્ત કર્યો હતો.

Post a Comment

0 Comments