ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડીવીઝન વાઈઝ નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડૉ. હર્ષદ પટેલ સાહેબ નાઓએ ભાવનગર જીલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે ડીવીઝન વાઈઝ નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને મહુવા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અંશુલ જૈન સાહેબનાઓ દ્વારા નાસ્તા ફરતા સ્ક્વોડની રચના કરી નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.

તા.૧૫/૦૪/૨૦૨૪ ના રોજ મહુવા ડીવીઝન નાસતા ફરતા સ્કવોડના માણસો મહુવા ટાઉન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળેલ કે, મહુવા ટાઉન પો.સ્ટે. માં દાખલ થયેલ ઇગ્લીશ દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી રવિ ઉર્ફે બુચી દેવચંદભાઇ બાંભણીયા રહે.ખોડીયાર મંદિર પાસે, ભીમપરા, ઉના, જી. ગીર સોમનાથ વાળો સીટીઝન ગેસ્ટ હાઉસ પાસે ઉભેલ છે. જે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા નીચે મુજબના નાસતા ફરતા આરોપી હાજર મળી આવતા તેની પુછપરછ કરતા નીચે મુજબના ગુન્હામાં નાસતો ફરતો હોવાનું જણાવેલ, જેથી આગળની વધુ તપાસ માટે મહુવા ટાઉન પો.સ્ટે.ને સોપી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
નાસતા ફરતા આરોપી રવિ ઉર્ફે બુચી દેવચંદભાઇ બાંભણીયા ઉ.વ.૨૮ ધંધો મજુરી રહે.વિર કોમ્પલેક્ષ આંબેડકર નગરની બાજુમાં, ઉના, જી. ગીર સોમનાથ
આ કામગીરી મહુવા ડીવીઝન નાસ્તા ફરતા સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વી.સી.જાડેજા, તથા હેડ કોન્સ. ભદ્રેશભાઇ ગણેશભાઇ તથા મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ તથા પો.કોન્સ. રાજુભાઇ નાથાભાઇ તથા પિનાકભાઇ હરખજીભાઇ તથા કરશનભાઇ નગાભાઇ દ્વારાકરવામાં આવેલ છે.
0 Comments