રોકડરોકડ રૂ.૨૪,૩૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતાં ચાર માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક *શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે* ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ.શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૧૦/૦૯/૨૦૨૩ના રોજ ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કર્મચારીઓ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.દરમ્યાન ભાવનગર, મીરાનગર, ભોળાનાથના મંદિરની સામેવાળા ખાંચામાં શેરીમાં, જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો જુગાર રમતાં હોવાની *જયદિપસિંહ રઘુભા ગોહિલ પો.કોન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંઓને બાતમી મળેલ.*જે બાતમી આધારે રેઇડ કરતાં નીચે મુજબના માણસો ગંજીપત્તાના પાના તથા રોકડ રૂપિયા સાથે પકડાય ગયેલ.તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પો.સ્ટે.માં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડા રૂ.૨૪,૩૦૦/- મળી *કુલ કિ.રૂ.૨૪,૩૦૦/- નો મુદ્દામાલ*
*આ કામગીરી માં
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી મહેન્દ્દભાઇ ચૌહાણ, ઇમ્તીયાઝખાન પઠાણ, જયદિપસિંહ રઘુભા, સત્યજીતસિંહ ચુડાસમા, ચંદ્દસિંહ વાળા, હરિચંદ્દસિંહ ગોહિલ
રિપોર્ટર : ફિરોઝ મલેક ભાવનગર
0 Comments