રોકડ રૂ.૧,૯૪,૫૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં આઠ માણસોને ઝડપી લેતી
ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ કાઇમ બ્રાન્ચનાં /C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.
ભાવનગર, એલ.સી.બી પેરોલ ફર્લો સ્કોડમાં પો.કોન્સ. મહેશભાઇ પંડયા તથા તરૂણભાઇ નાંદવાને અગાઉ બાતમી મળેલ કે, જેતુભાઇ વલકુભાઇ જાજડા રહે વાડી વિસ્તાર, ગૌરસ રોડ, લખુપરા,મહુવાવાળા તેના કબ્જા ભોગવટાના રહેણાંક મકાને આવેલ ઓફિસે બહારથી માણસોને બોલાવી તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રમાડી પોતાનાં આર્થિક ફાયદા માટે નાળ કાઢી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમી અંગે તા.૦૪/૦૯/૨૦૨૩નાં રોજ ખાતરી કરાવતાં ઉપરોકત જગ્યાએ હાલમાં જુગાર ચાલુ હોવાનું જણાય આવેલ જેથી આ રહેણાંક મકાને રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં
0 Comments