ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ (IMFL) ની નાની મોટી બોટલ નંગ-૫૧ તથા બિયર ટીન-૨૧૧ સહિત કુલ રૂ.૫,૨૮,૬૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ..

ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂ (IMFL) ની નાની મોટી બોટલ નંગ-૫૧ તથા બિયર ટીન-૨૧૧ સહિત કુલ રૂ.૫,૨૮,૬૦૦/-નો મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ પટેલ, પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ સી બી તથા પેરોલ. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર- ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગાર ની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. ભાવનગર, એલ.સી.બી. પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ કોન્સ. મહેદ્રસિંહ સરવૈયા તથા ભદ્રેશભાઈ પંડયાને સંયુકત બાતમીરાહે માહિતી મળેલ કે, મહુવાના રમેશભાઇ ખીમજીભાઇ બાલવીયા તેઓની આઇસર ગાડી રજી.નં.GJ-04-X-5906 માં મજુરોનો ઘરસામાન ભરેલ ઘેલાઓની આડમાં ઇગ્લીશ દારૂ ભરીને ભાવનગર તરફથી મહુવા તરફ જાય છે. જે માહિતી આધારે તપાસ કરતા નીચે મુજબનો ઈસમો નીચે મુજબનાં ભારતીય બનાવટનાં ઇંગ્લીશ દારૂની બોટલો-બિયર સહિતનો મુદ્દામાલ સાથે મળી આવેલ. તેઓ વિરૂધ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનની અલગ-અલગ કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આરોપી 1. રમેશભાઇ ખીમજીભાઇ બાલધીયા ઉ.વ ૫૦ ધંધો ડ્રાઇવીંગ રહે મકાન નં.૨૭, શિવનગર, શાસ્ત્રીનગરની બાજુમાં, મહુવા, જી.ભાવનગર 2. દિનેશભાઇ ચોથાભાઇ ચૌહાણ ઉ.વ.૪૦ ધંધો મજુરી રહે.ખેરા ગામ, તા.રાજુલા, જી.અમરેલી ૩. લખમણભાઇ કિશોરભાઇ ગુજરીયા ઉ.વ.૨૨ ધંધો મજુરી રહે ખેરા ગામ, તા.રાજુલા, જી.અમરેલી કબ્જે કરેલ મુદ્દામાલ - 1. કિંગફિશર સ્ટ્રોંગ પ્રિમીયમ બીયર ટીન નંગ-૨૦૬ 2. ઇમ્પિરિયલ બ્લુ હેન્ડ પીકડ ગ્રેઇન વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૭ ૩. રોયલસ સ્પેશ્યલ પ્રિમીયમ વ્હીસ્કી ૭૫૦ એમ.એલ.ની બોટલ નંગ-૧ 4. પ્રિન્સ જોન રેર વ્હીસ્કી ૭૫૦ એમ એલ.ની બોટલ નંગ-૪ 5. રોયલ સ્ટગ કલાસીક વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ-૧૧ 6. બેગપાઇપર ડિલક્સ વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ-૩ 7. પ્રિન્સ જોન રેર વ્હીસ્કી ૧૮૦ એમ એલ ની બોટલ નંગ-૫ 8. ઇમ્પિરિયલ બ્લુ હેન્ડ પીકડ ગ્રેઇન વ્હીસ્કી ૧૮૦ એમ.એલ.ની બોટલ નંગ-૨૦ દારૂ બીયરની કિ.રૂ.૨૮,૬૦૦/- 9. આઇસર ગાડી રજી.નં.GJ-04-X -5906 કિ.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૫,૨૮,૬૦૦/- નો મુદ્દામાલ કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ- I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા, પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં અશોકભાઈ ડાભી, મહેન્દ્રસિંહ સરવૈયા, તરૂણભાઇ નાંદવા, ભદ્રેશભાઇ પંડયા.

Post a Comment

0 Comments