ઓમ સેવા ધામના વડીલોને મનોરંજનથી ખુશ કરતાં નારી ઉત્થાન સંસ્થાના સભ્યો
આપણા ભાવેણાના વડીલોનું નજરાણું એટલે ઓમ સેવા ધામ ટ્રસ્ટ, ભાવનગરમાં જરૂરિયાતમંદ વડીલોની પરિવારના સભ્યથી પણ કંઈક વિશેષ સંભાળ લે છે. સેવા-સહાયમાં તો ભાવનગર છે જ પરંતુ સાંસ્કૃતિક નગર તરીકે પણ આટલું જ વિશેષ છે. ભાવનગરની જ મહિલા ઉત્થાન સંસ્થાએ તા.૨૪-૦૬-૨૦૨૩ ના રોજ વડીલોની ખુશાલી અને મનોરંજન પીરસવાના શુભ હેતુથી સુરભરી સંગીત સંધ્યાનો મનોરંજન કાર્યક્રમ રાખેલ.
સંગીત એક એવું માધ્યમ છે કે વ્યક્તિ પોતાના દર્દ કે પીડાથી હળવા બનીને નજીવા ખર્ચે મસ્ત બની જાય છે. સંગીતમાં બાળકો, યુવાનો અને વડીલો અરે પશુ-પક્ષી પણ ઓતપ્રોત બનીને પોતાનો મસ્તીભર્યો આનંદ ઉઠાવે છે. આ માધ્યમમાં તેમાં સંગીત આપનાર-ગીત ગાનાર અને સાંભળનાર દરેક પ્રસન્નચિતે નિર્દોષ મનોરંજનનો લાભ ઉઠાવે છે.
અમારી સંસ્થાના કલાકારોએ જુના-નવા ફિલ્મીગીતો અને રસ-ગરબા પ્રસ્ત્તુત કરીને દરેકને પોતાની યુવાનીના સ્મરણો તાજા કરાવીને ખુશનુમાં વાતાવરણ બનાવી દીધેલ.
અમારા આ કાર્યક્રમોના આયોજનને સફળ બનવવામાં રીનાબેન કાલ, મુમતાઝબેન બી. સમા, જીગીશાબેન મશરાણી, દિપીકાબેન ઘોડકાર, કિરણબેન ચુડાસમા મહત્વનો સહયોગ આપેલ. સાઉન્ડ સીસ્ટમ અને સંગીતના વાદ્ય કલાકારોનો મહત્વની વ્યવસ્થા શ્રી અલ્કેશભાઈ ભટ્ટે (મામલતદાર) કરેલ.
અહીંના વડીલો માટે મસ્ત સાત્વિક ભોજનની વ્યવસ્થા શ્રીમતિ રીનાબેન કાલ અને જીગીશાહ મશરાણીએ કરેલ.
અમારી નારી ઉત્થાન સંસ્થાને વડીલોની સેવાનો મોકો આપ્યો તે બદલ દરેકનો અમે આભાર માનીએ છીએ. ફરીથી આવી સેવાનો લાભ આપવાના કોલ સાથે કાર્યક્રમ પૂર્ણ કરેલ.
રિપોર્ટર :સફી હબીબાણી
0 Comments