હાથકાપનો જુગાર રમતાં ૪ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ..

હાથકાપનો જુગાર રમતાં ૪ માણસોને ઝડપી લેતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગાર તથા ઓનલાઇન ક્રિકેટ સટ્ટાનો જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ. ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન મોતીતળાવ, મોગલમાતાના મંદિર પાસે, રેલ્વે ફાટક પાસે મહેશભાઈ મકવાણાના ઘર સામે લીંબડા નીચે જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથ-કાપનો હાર જીત કરી જુગાર રમતાં હોવાની ભાવનગર,એલ.સી.બી., હેડ કોન્સ. વનરાજભાઈ ખુમાણને મળેલ હકીકત આધારે રેઇડ કરતાં નીચે મુજબનાં સ્ત્રી પુરુષ જુગાર રમતા પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. આરોપીઓઃ- 1. બુધાભાઈ માધાભાઈ શિયાળ ઉ.વ.૩૭ રહે.મકાન નં. ૫૪, સવાભાઈનો ચોક, ખેડુતવાસ, ભાવનગર 2. આશાબેન મહેશભાઈ મકવાણા ઉ.વ.૩૫ રહે મફતનગર, મોતી તળાવ, મોગલમાતાના મંદિર પાસે, ભાવનગર ૩. રેખાબેન હિંમતભાઈ બારૈયા ઉ.વ.૪૯ રહે.મોગલમાતાના મંદિર સામે, મોતી તળાવ, કુંભારવાડા, ભાવનગર 4. ભાવીકા ઉર્ફે ભાવુબેન રાકેશભાઈ મેર ઉ.વ.૪૮ રહે શાક્ભાજી માર્કેટ પાસે, નેરાવાળી શેરી, કણબિવાડ, ભાવનગર કબ્જે કરેલ મુદ્દામાલઃ- ગંજીપત્તાનાં પાના-પર તથા રોકડા રૂ.૧૨,૪૮૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૪૮૦/- નો મુદ્દામાલ કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ- ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં વનરાજભાઈ ખુમાણ, ભૈપાલસિંહ ચુડાસમા, જયદિપસિંહ ગોહીલ, જાગૃતિબેન કુંચાલા

Post a Comment

0 Comments