ભાવનગર, બોરતળાવ પોલીસ સ્ટેશનનાં હત્યાનાં ગુન્હામાં સજા ભોગવતાં વચગાળાની રજા ઉપરથી ફરાર પાકા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેરોલ ફર્લો સ્કવોડ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ, ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી રવિન્દ્ર પટેલ સારૂંધે લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં ઇ.ચા. પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, પો.સબ ઇન્સ. શ્રી પી.બી.જેબલીયા તથા શ્રી પી.આર.સરવૈયા એલ.સી.બી. સ્ટાફ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ભાવનગર,એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.કોન્સ જયદિપસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત પળેલ કે, ભાવનગર, બોરતળાવ પો.સ્ટેનાં હત્યાનાં ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં પાકા કામનાં કેદી આરીફ ફિરોજભાઇ મકવાણા રહે. કુંભારવાડા,ભાવનગરવાળા રાજકોટ મધ્યસ્થ જેલ માંથી વચગાળાના જામીન પર રજા ઉપર આવી જેલમાં હાજર થયેલ નફિ અને તે છેલ્લા છએક મહીનાથી ફરાર થઇ ગયેલ છે. જે કેદી હાલ રાણપુર જી.બોટાદ ખાતે હાજર છે. જે હકિકતની સ્ટાફનાં માણસોને સમજ કરી રાણપુર, બોટાદ ખાતે તપાસ કરતા પાકા કામનાં કેદી આરીફ ફિરોજભાઇ મકવાણા ઉં વ.૨૩ રહે. શેરી નંબર-૩ મોતીતળાવ કુંભારવાડા, ભાવનગર વાળા હાજર મળી આવતાં હસ્તગત કરી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા શ્રી પી.બી.જેબલીયા, શ્રી પી.આર.સરવૈયા સ્ટાફનાં ભહિપાલસિંહ ચુડાસમા, વનરાજભાઈ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ
0 Comments