



ભાવનગર શહેરના અગ્રણી નાગરિક ખૂબ સ્વચ્છ પ્રતિભા ધરાવનારા અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ગેસ એજન્સી સાથે પણ સંકળાયેલા એવા શ્રી હરેશભાઈ પરમારની જિલ્લા એકતા સમિતિમાં નિમણૂક થતા લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર શહેર ભાજપ મીડિયા કન્વીનર તરીકે જવાબદારી વહન કરતા શ્રી હરેશભાઇ કૌન બનેગા કરોડપતિ ટીવી શૉ માં અમિતાભ બચ્ચન અને શાહરુખખાન સાથે ટોપટેનમાં ભાગ લઈ ચુક્યા છે, તેમના માતા સ્વ. પાર્વતીબેન જેઓ આદિવાસી સમાજના દેહદાન અને ચક્ષુદાન કરનાર પ્રથમ મહિલા છે. હરેશભાઈના પિતા સ્વ. કરશનભાઇએ કટોકટી દરમ્યાન જેલવાસ ભોગવેલ, તેમના મરણોપરાંત સમાજ જાગૃતિ માટે બારેય દિવસ ધર્મજાગરણ, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ, ટ્રાફિક અવેરનેસ, સમાજ શિક્ષણ, સ્ત્રી સશક્તિકરણ તેમજ યુવાનો માટે પ્રેરણાત્મક વકૃત્વમાળાઓ રાખવામાં આવેલ. આ ઉપરાંત તેમના નાના ભાઈ સ્વ. નરેશભાઈ અને પાયલોટનું ભણતા ભત્રીજા સ્વ. ચિરાગભાઈના દેહાવસાન દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ (રકતાંજલી), વૃક્ષારોપણ (વૃક્ષાંજલી), વ્યવહારમાં બનતા અકસ્માતોથી થતી જાનહાની અટકાવવા માટે (સુરક્ષાંજલી) જેવા લોકઉપયોગી સેવકાર્યો હરેશભાઈના માર્ગદર્શનમાં કરવામાં આવેલ. તાજેતરમાં એક હ્રદયસ્પર્શી ઘટના બનેલ. કોલેજકાળમાં જે દિવ્યાંગ બાળકને રાખડી બાંધેલ, તે ઘટનાના પાંચ વર્ષ બાદ એ જ બાળક પાસે પોતાના લગ્નમાં ભાઈ તરીકે જવતલ હોમાવડાવવાનો આગ્રહ રાખનાર કિલ્યારીબેન એ હરેશભાઈની આત્મજા (પુત્રી) થાય, આમ હરેશભાઇનું પરિવાર સમાજ માટે દ્રષ્ટાંતરૂપ કાર્યો માટે અગ્રગણ્ય છે ત્યારે મધર હાઉસ વૃદ્ધાશ્રમ તેમજ આદિવાસી વિકાસ પરિષદ અને આદિવાસી વિકાસ મહામંડળ સાથે સક્રિય રીતે સંકળાયેલા હરેશભાઇની જિલ્લા એકતા સમિતિમાં નિમણૂક થવા બદલ તેઓને અંતઃકરણ પૂર્વક અભિનંદન તેમજ આ પદને ઉજાળે તેવી શુભકામનાઓ
રિપોર્ટર : કેમેરા મેન ફિરોજ મલેક સાથે રિપોર્ટર અયુબ રાઠોડ ભાવનગર
0 Comments