પાલીતાણા હિન્દૂ એકતા મંચ દ્વારા નિલકંઠ મહાદેવ મંદિરને લઈને આવેદન અપાયુંઃ ઉપવાસ આંદોલનની ચિમકી..

પાલીતાણા હિન્દૂ એકતા મંચ દ્વારા નિલકંઠ મહાદેવ મંદિરને લઈને આવેદન અપાયુંઃ ઉપવાસ આંદોલનની ચિમકી પાલીતાણાઃ પાલીતાણાના શત્રુંજય પર્વત પર પ્રાચિનકાળથી નિલકંઠ મહાદેવનું મંદિર આવેલ છે. જેમનું સનાતન ધર્મની પ્રમાલી અને પરંપરા જળવાઈ રહે તે માટે સરકારના માનવા અનુસાર નિલકંઠ મહાદેવ મંદિરના પ્રાચિન હોવાનું મનાય છે અને આદીઅનાદીકાળથી અહીયા સાધુ-સંતો, મહંતો વર્ષોથી નિલકંઠ મહાદેવની પૂજા અર્ચના કરતા આવ્યા છે. શિવભક્તો દ્વારા શિવરાત્રી પર્વની તેમજ પવિત્ર શ્રાવણ માસની ઉજવણી કરે છે. શ્રાવમ માસ દરમિયાન શિવભક્તો દ્વારા નિલકંઠ મહાદેવ મંદિર જે શત્રુંજય પર્વત પર આવેલ છે. ત્યાં પવિત્ર શ્રાવણ માસમાં નિલકંઠ મહાદેવ મંદિરને ડેકોરેશન કરાયું હતું. પરંતુ જ્યારે શિવભક્તો શ્રાવણ માસના સોમવારે મહાદેવનો અભિષેક કરીને નીચે આવતા રહ્યા હતા અને બીજા સોમવારે ધર્મ કાર્ય માટે સવારે ઉપર ગયા ત્યારે જોયું તો ત્યાં સુશોભન માટે લગાવેલ ધજા સહિતની વસ્તુઓ મંદિર પરથી ઉતારી લેવામાં આવી હતી. ત્યારે તપાસ કરતા પર્વત પર રહેતા સંચાલકો અને સ્ટાફને પૂછતા તેમણે જણાવ્યું કે, શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના હુકમથી આ કાર્ય કર્યું છે. આનાથી ધર્મ પ્રેમીઓ, શિવભક્તોની લાગણી દૂભાણી અને ભક્તો ખુબ જ નારાજ થયા છે. તેથી આજે હિન્દુ એકતા મંચ પાલીતાણા, ધર્મ પ્રેમી, સામાજિક કાર્યકર્તાઓ દ્વારા પાલીતાણા પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. તેમજ આણંદજી કલ્યાણજી પેઢી વિરૂદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી 3/9/2022થી પાલીતાણા હિન્દુ એકતા મંચ અને સંતો - મહંતો, શિવભક્તો તેમજ સમસ્ત હિન્દુ ધર્મ પ્રેમીઓ ઉપવાસ આંદોલન પર ઉતરશે તેવી ચિમકી આપવામાં આવી હતી. તેમજ જો કોઈપણ અણબનાવ બનેે તો તે જવાબદાર સત્તાધીશ અધિકારીઓની રહેશે તેવું પાલીતાણા હિન્દુ એકતા મંચ દ્વારા જણાવાયું છે. રિપોર્ટર : મનીષ કટારિયા ,પાલીતાણા

Post a Comment

0 Comments