

:-ઉપલેટા તાલુકાના ઇસરા ગામે મામલતદાર, ટીડીઓ,તેમજ હેલ્થ ઓફિસર ના સ્ટાફ ને સાથે રાખી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો
:-રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઇસરા ગામે તમામ અધિકારીઓએ સાથે મળી સરકાર શ્રી ની આજ્ઞા મુજબ એક સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ઉપલેટા મામલતદાર, તેમના તમામ સ્ટાફ, તાલુકા પંચાયત ટી. ડી. ઓ. સાહેબ, તેમજ ઉપલેટા હેલ્થ ઓફિસર સહિતના સ્ટાફ સાથે આજ રોજ ઇસરા ગામમાં સેવસેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ગામના તમામ નાગરિકો ના આધારકાર્ડ, ચૂંટણી કાર્ડ,આવકના દાખલ, અને રાશનકાર્ડ ને લગતા તમામ કર્યોનું સ્થળ પર નિરાકરણ લાવવામાં આવ્યું હતું. સાથે સાથે અર્બન હેલ્થ ઓફિસરના સ્ટાફને સાથે રાખી ગામના તમામ બાકી રહી જતા નાગરિકોને કોરોના વેક્સિનેસ ના પ્રથમ તેમજ બીજા ડોજ આપવા ની કામગીરી પણ પૂર્ણ કરી હતી અધિકારીઓના કહ્યા મુજબ ઇસરા ગામમા પ્રથમ ડોજની સો ટકા કામગીરી પૂર્ણ થઈ જવા પામી છે અને બીજા ડોજની પણ થોડા દિવસોમાં કામગીરી પૂર્ણ કરવા ગામલોકોએ પૂરો સાથ સહકાર આપવા જણાવાયું હતું આ સેવસેતુ કાર્યક્રમ થી ગામના તમામ નાગરિકોને સારો લાભ મળી રહે અને સરકારી કર્યો થી કોઈ વંચિત ન રહી જાય તેવા ઉદ્દેશ થી રાખવામાં આવેલ હતો જેનો તમામ ગામલોકોએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો અને હાજર રહેલા તમામ અધિકારીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર:- ભાવેશભાઈ ગોહેલ અરશીભાઈ આહિર ઉપલેટા
0 Comments