





રાજુલા તાલુકાના
ડુંગરની શ્રી જે. એન. મહેતા હાઇસ્કૂલના NCC યુનિટ દ્વારા 72 મા એન.સી.સી. દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી.
6 બટાલિયન ભાવનગર તરફથી રામપ્રકાશજી, રઘુવીરજી, અમિતકુમાર તથા રાજેશકુમાર વગેરે NCC ટ્રેનિંગ ઓફિસર્સની પ્રેરક હાજરી..
શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષક ગણ શાળાના મેદાનમાં ઉપસ્થિત રહયાં.. ઓફિસર તથા આચાર્યશ્રી દ્વારા
રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો..
તિરંગાને સલામી સાથે રાષ્ટ્રગીત નું ગાન કરવામાં આવ્યું.. એન.સી.સી. ઓફિસર શ્રી આર.એન કાતરીયાએ એન.સી.સી. વિશે માહિતી આપતા જણાવ્યું કે એકતા અને અનુશાસનના ધ્યેય સાથે એન.સી.સી.ની સ્થાપના ૧૯૪૮માં થઈ હતી. શરૂઆતમાં તેની સભ્ય સંખ્યા 20000 જેટલી હતી. જ્યારે આજે તેની સભ્ય સંખ્યા ૧૪ લાખથી પણ વધારે છે.. આર્મી, નેવી અને એરફોર્સ એમ સેનાની ત્રણેય પાંખ એન.સી.સી. સાથે જોડાયેલી છે. હાઈસ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ એન.સી.સી. દ્વારા જીવન ઘડતર, સંસ્કાર અને સેવાની તાલીમ મેળવી રહ્યા છે.
શાળાના આચાર્યશ્રી રાજુભાઈ ખાચર દ્વારા ઉપસ્થિત મહેમાનોના સ્વાગત સાથે શાળામાં છેલ્લા 25 વર્ષથી કાર્યરત એન.સી.સી.ના વિવિધ સેવાકીય કાર્યોની માહિતી આપવામાં આવી.. દેશપ્રેમ, એકતા, અનુશાસન, શિસ્ત, સેવા, સહકાર, સમર્પણ, પર્યાવરણ રક્ષા વગેરે ગુણોના વિકાસ માટે એન.સી.સી.ની જરૂરિયાત પર ભાર મૂક્યો. અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી.
ઉપસ્થિત ટ્રેનિંગ ઓફિસર શ્રી રામપ્રકાશજીએ પોતાના જુસ્સાદાર હિન્દી વક્તવ્યમાં બાળકોમાં જોષ, જુસ્સો અને દેશભક્તિ જેવા ગુણોનો ખ્યાલ આપી દેશના વિકાસ માટે સદા અગ્રેસર રહેવા શીખ આપી..
ડ્રેસમાં સજ્જ એન.સી.સી. કેડેટસ, તમામ શિક્ષક-ગણ અને શાળા પરિવાર વતી એન.સી.સી. દિવસની શાનદાર ઉજવણી સંપન્ન કરવામાં આવી..
*રીપોર્ટર અસ્લમ ગાહા*
0 Comments