
*ગારીયાધારમાં સાડા ત્રણેક વર્ષ પુર્વે થયેલ ડબલ મર્ડરનાં ગુન્હામાં ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામનાં કેદી વચગાળાની રજા ઉપરથી ફરાર થયેલ તે કાચા કામનાં કેદીને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ/ પેરોલ ફર્લો સ્કવોડ*
પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી. ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ કેદીને પકડવાની ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.
ગઇ તા.૨૪/૦૬/૨૦૧૮નાં રોજ ગારીયાધાર, મફતપરા વિસ્તારમાં ગોરધનભાઇ નંદલાલભાઇ જીકાદરા તથા બીપીનભાઇ ગોરધનભાઇ જીકાદરાની તિક્ષ્ણ હથિયારો વડે છાતી,માથામાં,કાન,હાથ-પગનાં ભાગે માર મારી આશિફ ઇકબાલભાઇ ભટ્ટી રહે.ગારીયાધાર તથા અન્ય ત્રણ ઇસમોએ મળી મોત નિપજાવેલ. આ ડબલ મર્ડર અંગે ભાવનગર, ગારીયાધાર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં. ૪૧/૨૦૧૮ ઇ.પી.કો. કલમઃ-૩૦૨, ૩૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ.જે ગુન્હાનાં કામે આરોપીઓ હાલ ભાવનગર જિલ્લા જેલ ખાતે કાચા કામનાં કેદી તરીકે હોય.જે કાચા કામનાં કેદીઓ પૈકી સરફરાઝ ઉર્ફે ઘુઘો યુસુફભાઇ રફાઇ રહે.ગારીયાધારવાળો તા.૨૦/૦૯/૨૦૨૧ થી તા.૨૮/૦૯/૨૦૨૧ દિન-૦૭ની વચગાળાના જામીન રજા ઉપર મુકત થયેલ. તેને તા.૨૮/૦૯/૨૦૨૧નાં રોજ ભાવનગર,જિલ્લા જેલમાં હાજર થવાનું હતું. પરંતુ હાજર થયેલ નહિ અને ફરાર થયેલ હતા.
આજરોજ તા.૧૧/૧૦/૨૦૨૧નાં રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્ટાફનાં પો.કોન્સ. શકિતસિંહ જયવંતસિંહ સરવૈયા ને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર જિલલા જેલ ખાતે કાચા કામનાં કેદી તરીકે રહેતાં સરફરાઝ ઉર્ફે ઘુઘો યુસુફભાઇ રફાઇ રહે.ગારીયાધારવાળો જી.ભાવનગર વાળા હાલ તેનાં ઘરે હાજર છે.જે બાતમી આધારે ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ/ ગારીયાધાર પો.સ્ટે. નાં માણસો એ બાતમીવાળી જગ્યાએ જતાં ઉપરોકત કાચા કામનાં કેદી હાજર મળી આવતાં તેઓનો કોરોના ટેસ્ટ કરાવતાં રીપોર્ટ નેગેટીવ આવતાં તેઓને ભાવનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી. નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી. ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી. જાડેજાના ઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફનાં પો.હેડ. કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ, જયદાનભાઇ લાંગાવદરા,પો.કોન્સ. શકિતસિંહ સરવૈયા, બીજલભાઇ કરમટીયા, ડ્રાયવર પદુભા ગોહિલ તથા ગારીયાધાર પો.સ્ટે.નાં શૈલેષભાઇ ચાવડા તથા રૂખડભાઇ જોડાયા હતાં.
*રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર
0 Comments