કોળી સમાજ ને વસ્તી સંખ્યા મુજબ પ્રતિનિધિત્વ મળે અને કોળી સમાજની ન્યાયિક માંગની અમલવારી કરાવવા બાબત !

કોળી સમાજ ને વસ્તી સંખ્યા મુજબ પ્રતિનિધિત્વ મળે અને કોળી સમાજની ન્યાયિક માંગની અમલવારી કરાવવા બાબત સાથેજણાવવામાં આવે કે ગુજરાત રાજય માં સૌથી વધારે વસ્તી સંખ્યા ધરાવતા કોળી જાતિના લોકો વર્ષો થી વસવાટ કરે જેમનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમા સમાવેશ થાય છે . દેશની આઝાદી ના સમય પછી અને ગુજરાત રાજ્યને મહારાષ્ટ્ર થી અલગ થયા બાદ અલગ રાજ્ય નો દરજ્જો મળ્યા પછી કોળી જાતિના લોકો ગુજરાત ના અનેક જિલ્લાઓમાં વસવાટ કરે છે ગુજરાતના સુરત , અંકલેશ્વર , નવસારી , અમદાવાદ , પંચમહાલ , રાજકોટ , અમરેલી , ભાવનગર , પોરબંદર , વેરાવળ - સોમનાથ , બોટાદ , કચ્છ , મોરબી , મહેસાણા , કોળી જાતિના લોકોની વસ્તી સંખ્યા વિશેષ જોવા મળે છે . ગુજરાત રાજ્યમાં કોળી જાતિના લોકોને આઝાદી ના આટલા વર્ષો પછી પણ સત્તા , સંપત્તિ અને રોજગારીમાં વસ્તી સંખ્યા મુજબ પ્રતિનિધિત્વ મળતુ હોય તેવુ લાગતુ નથી , કારણ કે હજુ પણ વસ્તી સંખ્યા મુજબ સત્તા મા ભાગીદારી નો અભાવ જોવા મળે છે કોળી જાતિના લોકોને રાજ્ય સરકાર દ્વારા કેબીનેટ મંત્રી કે રાજ્ય કક્ષાના મંત્રી બનાવવા મા ભેદભાવ થતો હોય તેવુ લાગે છે અને સત્તા ની સાથે સંપત્તિ ની વહેંચણીમાં પણ કોળી જાતિના લોકોને કોઈ મોટા ઔધોગિક એકમ કે વ્યવસાયીક તકો મા તક મળતી નથી અને જ્યારે રોજગારીની વાત આવે ત્યારે કોળી સમાજના લોકો ને આધારીત વ્યવસ્થા ઉપર નિર્ભર રહેવુ પડે છે જેમાં વસ્તી સંખ્યા ધરાવતા શ્રમીક વર્ગના લોકોને પોતાની માલિકીના જમીન હક્કો પણ પ્રાપ્ત થયા નથી અને જ્યારે જાહેર ક્ષેત્રની નોકરીઓમાં તક ની સમાનતા ની વાત આવે ત્યારે આ દેશના બંધારણમાં એનુચ્છેદ 16 ( ૪ ) મુજબ પ્રતિનિધિત્વ આપવાની જોગવાઈ મુજબ અમલવારી થતી નથી તેવુ લાગી રહ્યું છે જેના કારણે શિક્ષણ અને નોકરીમાં વસ્તી સંખ્યા મુજબ પ્રતિનિધિત્વ મળ્યું નથી અને કોળી સમાજના યુવાનો રોજગારી ના અભાવે પેઢી દર પેઢી મજુરી ના કામ મા જ રહી જાય છે જ્યાં યોગ્ય અવકાશ ના અભાવે પોતાના પરિવારના લોકોને તેમની મુળભૂત જરૂરીયાત પણ પુરી પાડી શકતા નથી આમ કોળી સમાજ ના લોકોને વિકાસની સાથે રાખવા માટે આપ નવનિયુક્ત મુખ્ય મંત્રી શ્રી યોગ્ય ન્યાય આપશો તેવી આશા સાથે નીચે મુજબ ની રજુઆત મુકીએ છીએ જે અંગે અમોને યોગ્ય જવાબ આપી અમલવારી કરશો . ( ૧ ) ગુજરાત રાજ્ય માં વસતા કોળી ( OBC ) જાતિના લોકોની જાતી આધારીત ગણતરી કરી તેમના આંકડાઓ વર્ષ ૨૦૨૧ ના ડિસેમ્બર માસ ના અંત સુધીમાં જાહેર કરવામાં આવે અને તેમને માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ હેઠળ જાહેર કરવાની માહિતી હેઠળ લાવવામાં આવે અને જો રાજ્ય સરકાર આ અંગે કામગીરી હાથ ધરવા માટે સક્ષમ ના હોય તો તેનો જવાબ ( પ્રત્યુતર ) મર્યાદિત સમયમાં આપે તો અમો કોળી સમાજના જાગૃત નાગરિકો રજીસ્ટ્રેશન થયેલ સંસ્થા કે એકમ દ્વારા જાતી આધારીત ગણતરી માટે જરૂરી પુરાવા સાથે કોળી જાતી ની ગણતરી કરીને આપના જવાબદાર વિભાગને આપીએ જે આપ દ્વારા માન્ય રાખવામાં આવે અને તે મુજબ અમને પ્રતિનિધિત્વ આપવામાં આવે ( ૨ ) * ગુજરાત રાજ્ય માં વસતા કોળી સમાજ ના મોટાભાગના લોકો વર્ષો થી સત્તા પક્ષ ની સાથે જોડાયેલા હોવા છતા કોળી સમાજના ચુંટાયેલા પ્રતિનિધિઓને વસ્તી સંખ્યા મુજબ રાજ્ય કક્ષાના કે કેબીનેટ કક્ષાના મંત્રી મંડળમાં સ્થાન આપવામાં આવતુ નથી અને તેના કારણે કોળી સમાજ માટે પ્રતિનિધિત્વ કરતા વર્ગના લોકો સાથે રાજકીય ભેદભાવ થયો તેવો આક્રોશ જોવા મળે છે જે માટે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ છે . ( ૩ ) ગુજરાત રાજ્યમાં વસતા કોળી સમાજના વિધાર્થી વર્ગને ધોરણ ૧ થી ૧૦ ના ધોરણ સુધી ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા હોય તેમને પણ શૈક્ષણિક સહાય હેતુ શિષ્યવૃત્તિ આપવામાં આવે તેમજ ડિપ્લોમા ડીગ્રી કોર્ષ મા પ્રવેશ મેળવી અભ્યાસ કરતા સ્નાતક , અનુ સ્નાતક વર્ગના વિદ્યાર્થીઓને ફ્રિ શીપ કાર્ડ નો લાભ આપવામાં આવે જેથી સરકારી શાળા ના અભાવમાં ખાનગી શાળા મા પ્રવેશ મેળવી અભ્યાસ કરતા બાળકો તેમજ આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે વિધાર્થીઓ ચાલુ અભ્યાસ છોડે નહીં અને બાળ મજુરી તરફ વળે નહીં ( ૪ ) ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા મોટાભાગના લોકો શ્રમીક વર્ગ મા શ્રમ કાર્ય સાથે જોડાયેલા છે તેમજ અસંગઠિત . પીક ની જેમ પોતાનો છુટક વ્યવસાય કરે છે અને તેમની પાસે આર્થિક રીતે વ્યવસાય કરવા માટે પોતાની બચત થયેલી રોકડ કે બેંક લોન લેવા માટે રેવન્યુ ની ઉંચી કિંમત ધરાવતી મિલ્કત ના હોવાથી બેંક લોન મેળવી શકતા નથી આ માટે ગુજરાત સરકાર દ્વારા ઠાકોર અને કોળી વિકાસ નિગમ દ્વારા આપવામાં આવતી વ્યવસાયીક લોન નુ બજેટ ૧૦૦૦ કરોડ જેટલુ વધારવામાં આવે જેથી જરૂરીયાત મુજબ લોકોને ન્યાય આપી શકાય ( ૫ ) ગુજરાત રાજ્યમાં કોળી સમાજના દરિયા કાંઠે વસવાટ કરતી પ્રજા છે તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ વસવાટ કરે છે અને ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતા વિશાળ સમુદાય માથી અનેક લોકો પાસે પોતાની માલિકની જમીન નથી અને ગુજરાત તેમજ દેશમાં જમીન એ પાયાનું ઉત્પાદિત એકમ છે જેમાં ખેતી કરી વ્યક્તિ પોતાના પરિવાર નુ ગુજરાન ચલાવી શકે છે અને ખેત ઉત્પાદન કરી અન્ય લોકોની જીવન જરૂરી પેદાશ પુરી પાડી શકે છે અને તે માટે જમીન વિહોણા મજુરોને ગ્રામીણ વિસ્તારોમાં પડતર અને ખરાબા ની જમીન સર્વે કરાવી માલિકી હકક થી આપવામાં આવે જેમાં ખેતી કરવા માટે જમીન આપવામાં આવે તેમજ મત્સ્યઉધોગ મીઠા ના ઉત્પાદન કરવા જમીન આપવામાં આવે અને તે માટે વિધાનસભા માં જરૂરી પરિપત્ર બહાર પાડી તેમની અમલવારી યોગ્ય સમય મર્યાદામાં પુરી કરવામાં આવે અમો સંસ્થા , સંગઠન , અને વ્યક્તિઓ આ રજુઆત કોળી સમાજ ના લોકોને વિકાસની હરોળમાં લાવવા માટે કરેલ છે આ રજૂઆત ની અમલવારી થાય તો કોળી સમાજ ની ભાવિ પેઢી અન્ય જાતી ની જેમ સત્તા , સંપત્તિ અને રોજગારીમાં પ્રતિનિધિત્વ કરી શકે તેવો હેતુ છે અમોની માંગણીઓ અંગે વિચારણા કરી અમલવારી કરશો તેવી આશા છે આ વિષય અંગે આપના દ્વારા અમોને યોગ્ય પ્રત્યુત્તર દિન ૧૦ મા આપવામાં આવે કારણ કે અમોને જાણ છે જો કોળી સમાજની આ માંગણીઓ પૂર્ણ કરવી હોય તો તે ગુજરાત રાજ્યની વિધાનસભા અને એકમ વિશેષ પરિપત્રો , ઠરાવ , કે કાયદાઓનું ઘડતર કરી બહાલી આપી પૂર્ણ કરી શકે છે અને છતા જો પૂર્ણ ના કરે તો અમો અમારા કોળી સમાજને આ વિષય બાબતે ન્યાયિક રીતે જાગૃત કરવા પ્રયત્નો કરી શકીએ અને અમારા સમાજની ન્યાયિક માંગણીઓ પુરી કરતા લોકોને આ અંગે માહિતગાર કરી શકીએ,,,,, રિપોર્ટ કાળુશા કનોજીયા જાફરાબાદ

Post a Comment

0 Comments