
*બે વર્ષ પુર્વે આડોડીયાવાસ વીસ્તારમાં મહિલાને સળગાવી દઈ હત્યા કરવાના ગુન્હામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા*
ડીસ્ટ્રીક્ટ જજ આર.ટી.વચ્છાણીએ સરકારી વકીલ દેવમુરારીની દલીલો ગ્રાહ્ય રાખી
બે વર્ષ પુર્વે ભાવનગર શહેરના આડોડીયાવાસ વિસ્તારમાં મહિલાને શારીરીક માનસીક ત્રાસ આપી સળગાવી દેવાના ગુનામાં ચાર આરોપી સામે ડીસ્ટ્રીક્ટ કોર્ટે ગુનો સાબીત માની આજીવન કેદની સજા ફટકારી હતી . આ કામનાં ફરિયાદી યુસુબ બાબુભાઈ પરમારની બાજુમાં તેમની માલીકીનો ખુલ્લો પ્લોટ હોય ,જે પ્લોટની માલીકી તેઓની હોવા છતા આ કામના આરોપી નીતુબેન મહેશભાઈ રાઠોડ તથા મનુભાઈ હરીદાસ રાઠોડ સહીતનાઓ સામે ફરિયાદીનો પ્લોટ પડાવી લેવા ફરિયાદી તથા સાહેદો તથા મરણ જનાર સુનીતાબેન યુસુબભાઈ પરમારને છેલ્લા ત્રણેક વર્ષથી માનસીક ત્રાસ આપતા હોય અને અવારનવાર પોલીસમાં ખોટી અરજીઓ કરી હેરાન કરતા હોય તેઓના માનસીક ત્રાસના કારણે આ કામે મરણ જનારને મરવા મજબુર કરતા જાતેથી કેરોસીન છાંટી સળગી જઈ સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય જેથી આ કામે આરોપી ઓ ( 1 ) મનુ હરીદાસ રાઠોડ ( 2 ) વીજેન્દ્ર ઉર્ફે કુરીયો મનુભાઈ રાઠોડ , ( 3 ) મહેશ મનુભાઈ રાઠોડ , ( 4 ) રોમેશ રણુભાઈ પરમાર ( ચારેય રહે આડોડીયાવાસ , ભાવનગર ) નાઓએ એકબીજાને મદદગારી કરી ગુનો કર્યો હતો આ અંગેનો કેસ ભાવનગરના પ્રીન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીની અદાલતમાં ચાલી જતા અદાલતે જીલ્લા સરકારી વકીલ વિપુલભાઈ દેવમુરારીની દલીલો , આધાર , પુરાવા વિગેરે ધ્યાને રાખી મુખ્ય આરોપીઓ ( 1 ) મનુ હરીદાસ રાઠોડ ( 2 ) વીજેન્દ્ર ઉર્ફે કુરીયો મનુભાઈ રાઠોડ , ( 3 ) મહેશ મનુભાઈ રાઠોડ , ( 4 ) રોમેશ રણુભાઈ પરમારનાઓની સામે ઈ.પી.કો. કલમ -૩૦૨ મુજબનો શિક્ષાપાત્ર ગુનો સાબીત માની તમામ આરોપીઓને આજીવન કેદની સજા અને દરેક આરોપીઓને રૂા .15 હજારનો રોકડ દંડ અદાલતે ફટકાર્યો હતો
*રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર*
0 Comments