જી.સી.ઇ.આર.ટી ગાંધીનગર પ્રેરિત શ્રી રામ બા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર દ્વારા આયોજિત જિલ્લા કક્ષા કલા ઉત્સવ ૨૦૨૧-૨૨...તા 30/10/2021 ના રોજ પોરબંદર જિલ્લા કક્ષા નો કલા ઉત્સવ યોજવામાં આવ્યો હતો જેમાં રાણાવાવ તાલુકાના અમરદડ પ્રા.શાળામાં ધોરણ છ માં અભ્યાસ કરતા જેઠવા યુવરાજ સંજયભાઈ જિલ્લાકક્ષાની ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર આવતા સમગ્ર અમરદળ ગામનું ગૌરવ વધારેલ છે યુવરાજની ખાસિયત છે કે તે ગાયન સાથે કેસીઓ પણ વગાડે છે જેવો હવે પછી ઝોન કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે આ વિદ્યાર્થીની ભવ્ય સફળતા માં શાળાના તમામ શિક્ષકો એ યુવરાજને માર્ગદર્શન આપેલ છે. યુવરાજ ના પિતાશ્રી સંજયભાઈ રાણાવાવ નગરપાલિકા માં જોબ કરતા હોય સાથે સાથે ગીત-સંગીત ના શોખીન હોય તેઓએ યુવરાજની સંગીતની સાથે ગાયન આ બાબતનું પ્રોત્સાહન તેઓના પિતા શ્રી સંજયભાઈ આપેલ છે સંજયભાઈ પણ કેસીઓ વગાડે છે
0 Comments