ભાવનગર જિલ્લાનાં છેતરપીંડી/વિશ્વાસઘાતનાં ગુન્હામાં ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામનાં કેદી તરીકે રહેલ વચગાળાની રજા ઉપરથી ભાગેલ મહિલાને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ

ભાવનગર જિલ્લાનાં છેતરપીંડી/વિશ્વાસઘાતનાં ગુન્હામાં ભાવનગર જિલ્લા જેલમાં કાચા કામનાં કેદી તરીકે રહેલ વચગાળાની રજા ઉપરથી ભાગેલ મહિલાને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ/પેરોલ ફર્લો સ્કવોડ 💫 પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી.એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ,પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ કેદીને પકડવાની ડ્રાઇવ દરમ્યાન વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ. 💫 ભાવનગર,ગારીયાધાર પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં.૪૫/૨૦૧૮ ઇ.પી.કો.કલમઃ-૪૦૬,૪૨૦ વિ. મુજબના ગુનાનાં અટકાયત કરેલ કાચા કામના કેદી ધર્મિષ્ઠાબેન ડો/ઓ અરવિંદભાઇ બાવચંદભાઇ પરમાર રહે. થર્મલ, તા.લુણાવાડા જી.મહિસાગર મુળ-ગારીયાધાર જી.ભાવનગર વાળા ભાવનગર જિલ્લા જેલ ખાતેથી ગઇ તા.૩૦/૦૩/૨૦૨૦થી નામદાર હાઇકોર્ટની ગાઇડ લાઇન મુજબ કોવીડ-૧૯ની મહામારીના કારણે વચગાળાના જામીન ઉપર મુકત કરવામા આવેલ. આ દરમ્યાન નામદાર ગુજરાત હાઇકોર્ટના હુકમ મુજબ વચગાળાના જામીન વધારવામા આવેલ હતા.તેઓને તા.૩૧/૧૨/૨૦૨૦ ના રોજ ભાવનગર જિલ્લા જેલ ખાતે હાજર થવાનુ હતું પરંતુ તેઓ હાજર થયેલ નહી અને ફરાર થયેલ હતા. 💫 ગઇકાલ તા.૦૪/૧૦/૨૦૨૧નાં રોજ ભાવનગર, પેરોલ ફર્લો સ્ટાફનાં *પો.કોન્સ. શકિતસિંહ જયવંતસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, ભાવનગર જિલલા જેલ ખાતે કાચા કામનાં કેદી તરીકે રહેતાં ધર્મિષ્ઠાબેન ડો/ઓ અરવિંદભાઇ બાવચંદભાઇ પરમાર રહે. થર્મલ, તા.લુણાવાડા જી.મહિસાગર મુળ-ગારીયાધાર જી.ભાવનગરવાળા હાલ- વિજયભાઇ અરવિંદભાઇ પરમારના મકાને, શગુન રેસીડન્સી,પુણાગામ, સુરત ખાતે રહે છે.* જે બાતમી આધારે ભાવનગર, એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસોએ સુરત ખાતે બાતમીવાળી જગ્યાએ જતાં ઉપરોકત કાચા કામનાં કેદી હાજર મળી આવતાં તેઓને ભાવનગર ખાતે લાવી તેઓનો કોરોના ટેસ્ટ કરાવતાં રીપોર્ટ નેગેટીવ આવતાં તેઓને ભાવનગર જિલ્લા જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે. 💫 આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા,પોલીસ ઇન્સ. શ્રી, એન.જી. જાડેજાનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી/પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફનાં પો.હેડ.કોન્સ. અનિરૂધ્ધસિંહ ગોહિલ,શકિતસિંહ સરવૈયા, વુમન પો.કો. જાગૃતિબેન કુંચાલા તથા ડ્રાયવર પો.કોન્સ. બ્રિજરાજસિંહ ગોહિલ વિગેરે માણસો જોડાયા હતાં. રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments