

જાફરાબાદ નાં માછીમારો ની ઉમરગામ નાં દરિયાકાંઠે ગુમ થયેલ જાળ ધારાસભ્ય અંબરીષ ડેર ની મદદ થી પરત મળી.
તા. ૨૫ રાજુલા
જાફરાબાદ બંદર નાં માછીમારો દૂર દૂર સુધી માછીમારી કરવા માટે દરિયામાં જતાં હોય છે તે દરિમયાન આ માછીમાર ડીઝલ સહિત અન્ય માલ સામગ્રી માટે નજીક ના બંદરે પહોંચતા હોય છે જેમાં દક્ષિણ ગુજરાત નાં ઉમરગામ નાં બંદરો પર પણ આ માછીમારો વિસામો કરતા હોય છે. તે દરમિયાન અમુક સ્થાનિક લોકો દ્વારા આ માછીમારો નો માલસામાન ઉપાડી જવાની ઘટનાઓ બનતી હોય છે. પરંતું માછીમારી ની જાળ સહિત ની અમુક માલસામાન ઓળખ કરવી મુશ્કેલ હોય છે તેનાં કારણે ચોરાયા બાદ મળતો નથી. થોડા દિવસો પહેલા જ જાફરાબાદ નાં ૩ માછીમારો ની લાખો ની કિંમત ની જાળો ઉમરગામ નાં દરિયાકાંઠે કોઈ અજાણ્યા શખ્સો ઉપાડી ગયા હતા. જે અંગે ની જાણ ધારાસભ્ય અંબરીષ ડેર ને માછીમારો દ્વારા કરવામાં આવતા ધારાસભ્ય દ્વારા ઉમરગામ ના સ્થાનિક પોલીસ અધિકારીઓ તથા આગેવાનો ને વાત કરતા આ માછીમારો ની લાખો રૂપિયા ની કિંમત ની માછીમારી ની જાળો મળી આવી હતી માછીમારો માટે મહામૂલી જાળો પરત મળી આવતા ધારાસભ્ય અંબરીષ ડેર તથા મદદરૂપ થનાર પોલીસ અધિકારી તથા આગેવાનો નો આભાર વ્યક્ત કર્યો હતો. ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બનતી હતી પણ આજદિન સુધી ક્યારેય જાળો મળી નથી. પરંતુ ધારાસભ્ય અંબરીષ ડેર ની સક્રિયતા અને સંબંધો નાં કારણે ગુજરાત નાં કોઈ પણ ખૂણે આ વિસ્તારના લોકો ને હોંકારો મળી રહે છે.,,,, રિપોર્ટ કાળુશા કનોજીયા
0 Comments