ભાવનગર જિલ્‍લામાં ઘુસાડવામાં આવેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ/ બિયરનો જથ્‍થો ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

ભાવનગર જિલ્‍લામાં ઘુસાડવામાં આવેલ ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂ/ બિયરનો જથ્‍થો મળી કુલ કિ.રૂ.૨૮,૯૯,૩૪૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર   ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોક્ત સુચના અન્વયે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પોલીસ હેડ.કોન્સ. રાજપાલસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળેલ કે, ઓમદેવસિંહ હરદેવસિંહ વાળા રહે.તળાજી નદીનાં સામા કાંઠે,તળાજા વાળાએ રાજસ્થાનથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્થો મંગાવેલ છે. જે ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો ટાટા કંપનીનાં H.P. ગેસનાં ટેન્‍કર રજી નં. GJ-17-UU 8895માં આવેલ ગેસ કેપ્‍સ્‍યુલમાં ભરી ડ્રાયવર-કલીનર બંને જણાં ટેન્‍કર લઇને મહુવા ચોકડી તરફ જવાનાં છે. જે બાતમી આધારે ઉપરોકત વાહનની વોચમાં રહેતા બાતમી વર્ણનવાળું ટેન્‍કર ઉભું રખાવતાં ડ્રાયવરે ઉભું રાખેલ નહિ. જેથી ટેન્‍કરનો પીછો કરી તળાજા- મહુવા હાઇ-વે ઉપર આવેલ એસ્‍સાર પેટ્રોલપંપ પાસે રોડ ઉપર ટેન્‍કર ઉભું રખાવતાં  ટેન્કરનાં ડ્રાયવર કૈલાશ ભગાજી ગાયરી ઉ.વ.૨૭ તેમજ ક્લીનર લાલસિંગ કિશનસિંગ દેવરા ઉ.વ. ૩૬ વાળા ને આ ટાટા કંપનીનાં LPG VAN ટેન્‍કર માં પાછળના ભાગે ઢાંકણું ખોલાવતાં ગેસ કેપ્સ્યુલમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/ બિયરનો જથ્થો ભરેલ હોવાનું  જણાય આવેલ. જેથી આ ટેન્કર તળાજા પોલીસ સ્‍ટેશન ખાતે લાવી તે ટેન્‍કરનાં ગેસ કેપ્‍સ્‍યુલમાંથી ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો બહાર ઉતારી બંને પકડાયેલ ઈસમોને ઉપરોકત ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો કોની પાસેથી લાવી કોને આપવાનો હતો.? તે બાબતે પુંછતાં તેઓ બંનેને જીતેન્દ્દભાઇ ઉર્ફે જીતુભાઇ રહે.અમદાવાદ વાળાએ ઉપરોકત ટેન્કરમાં ઇંગ્લીશ દારૂ/બિયરનો જથ્થો ભરાવી આપી ભાવનગરનાં તળાજા રહેતાં ઓમદેવસિંહ વાળાને આપવા માટે મોકલી આપેલ હોવાનું જણાવેલ. જ્યાં પોલીસ દ્વારા આ આ તમામ ઈસમો વિરૂધ્‍ધ કાયદેસર કાર્યવાહી થવા માટે તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એકટ હેઠળની કલમો મુજબ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ.               રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments