*ગારિયાધાર ના ડિવાઇન સ્ટાર નો કારીગર પ્રવીણ ઍ એકજ દિવસ મા 524 હીરા બનાવી ને રેકોર્ડ કર્યો !!*
ભાવનગર જિલ્લા ના ગારિયાધાર તાલુકા ના પચ્છેગામ રોડ પર આવેલ હીરાનું કારખાનું જેવું કે ડિવાઇન સ્ટાર નામ ના કારખાના મા શેઠ શ્રી વજુ ભાઈ મકવાણા ના કારખાને કામે બેસતા પ્રવીણ ભાઈ સંદુ ભાઈ મંદિરીયા દેવી પુંજક જેવોઍ ગઈ કાલે સાંજે એકજ દિવસ મા 525 હીરાના મથાળા માર્યા હતા અને એક મોટો રેકોર્ડ બનાવીયો હતો ત્યારે વાત કરીયે તો એક હીરા નો ભાવ પેલ મા 4.30.પયસા .હોય અને કુલ 524.હીરા નો ટોટલ ગુણાકાર કરી ને ટોટલ કામ 2253.એટલે કે એકજ દિવસ મા બાવીસો ને તેપન રૂપિયા નું કામ કરેલું છે (524) હીરા ના મથાળા મારી ને બતાવ્યુ અને ડાયમંડ એસોસિયેશન મા ખુબ નામ ઉજળું કર્યું હતું
આમાં જોવા જવી તો એક વાત સત્ય છે કે ગારિયાધાર શહેર મા ડિવાઇન સ્ટાર નામ ના કારખાના મા લોકડાઉંન મા પણ 50%.જેટલો સ્ટાફ રાખી ને શેઠિયા ઓ કરીગરો ની રોજી રોટી પુરી પડેલ હોય અને સરકાર શ્રી ની ગ્રાઈડ લાઈન અમલ કરેલી હોય ત્યારે હાલ
જેવો દિવાળી નો મહિનો ચાલતો હોય અને ડિવાઇન સ્ટાર મા તમામ કારીગરો ખુબ સારૂ એવુ કામ કરતા હોય થોડાદિવસ પહેલા પણ આવુજ રેકોડ નુંકામ સાદિક પઠાણે કરી બતાવ્યુ હતું ત્યાં તો ફરી એમાં ના પ્રવીણ ભાઈએ તો કંઈક અલગજ વધારે કરી બતાવ્યુ.ગારિયાધાર શહેર તાલુકા મા પ્રવીણભાઈ ને રત્ન કલાકારો મા એક બોલર તરીખે ઓળખવા લાગ્યા છે. પ્રવીણ ભાઈ ઍ પોતાના દેવી પુંજક સમાજ મા પણ નામ ઉજળું કરી બતાવ્યુ અને ખુબ ગર્વ સાથે ખુશી અનુભવી રહ્યા છે અને ગારિયાધાર મા હીરા ઘસું ને પણ ધગજ એક પેરણા અપાવી છે અને આ ખુશી મા શેઠ શ્રી વજુ ભાઈ મકવાણા એ પ્રવીણ ભાઈ એક હજાર રૂપિયા નું ઇનામ આપી ને અભિનંદન પાઠવીયા હતા...
*રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર*
0 Comments