“ગણતરી ના કલાકો માં ચકચારી મર્ડર ના કેસના આરોપીને પકડી પાડતી મહુવા ટાઉન પોલીસ.”

ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય સાહેબ તથા મહુવા ઈ.ચા. નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર. વી. ડામોર સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ મહુવા ટાઉન પો.સ્ટે.પાર્ટ “એ” પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૫૦૮૯૮ બી.એન.એસ..કલમ.૧૦૩(૧) તથા જી.પી.એક્ટ ૧૩૫ મુજબના વણશોધાયેલ ગુન્હોનાના આરોપીને શોધી કાઢવા માટે સખત સુચના આપેલ હોય
મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તાર માં મરણ જનાર ઉવેશભાઇ સલીમભાઇ કાળવાતર ઉ.વ.૧૭ રહે. મહુવાવાળા નાઓ ને આરોપી દ્વારા માથાના ભાગે ગંભીર ઇજા કરી મરણ જનારની લાશને દોરી વડે બાંધી દઈને અવાવરુ કુવામાં નાખી દઈને મહુવા શહેરમાં ચકચાર મચવનાર ઘટના ઘટેલ જે બનાવ સંદર્ભે મહુવા ટાઉન પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં બનાવ વાળી જગ્યાની આસપાસના સીસીટીવી કેમેરા ચકાસીને આરોપી ઈસમ હસનભાઇ શબ્બીરભાઇ સલાટ ઉ.વ.૩૦ રહે.નુર સોસાયટી મહુવા વાળાને રાઉન્ડ અપ કરીને યુક્તિ પ્રયુક્તિ થી પૂછપરછ કરી બનાવ વાળી જગ્યાએ આવેલ અવાવરું કુવામાં થી મરણ જનાર ની લાશને શોધી કાઢીને બનાવ બાબતે ગહન પૂછપરછ કરતા આરોપી હસનભાઇ શબ્બીરભાઇ સલાટ ઉ.વ.૩૦ રહે.નુુુર સોસાયટી મહુવાનાઓના મરણ જનાર ઉવેશભાઇ સલીમભાઇ કાળવાતર ઉ.વ.૧૭ રહે. મહુવાવાળાના માતા સાથે આડા સબંધો હોય જે વાતની ખબર મરજનાર ને થઈ જતાં આરોપી હસન સલાટે મરણ જનારને બોલાવીને અવાવરું કુવા પાસે લઈ જઈને માથા ના ભાગે પથ્થર વડે મરણતોર ઇજા પહોંચાડીને આરોપીને દોરી વડે બાંધીને કુવામાં લાશ ફેંકી દઈને આ કૃત્ય ને અંજામ આપેલા નું તપાસ દરમ્યાન ખુલવા પામેલ છે જે હત્યા નો ગુનો ગણતરીના કલાકો માં મહુવા ટાઉન પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી ની વિગત 1. હસનભાઇ શબ્બીરભાઇ સલાટ ઉ.વ.૩૦ રહે.નુર સોસાયટી મહુવા જી.વાનગર મહુવા પોલીસ દ્વારા શોધી કાઢેલ ગુન્હો મહુવા ટાઉન પો.સ્ટે.ગુ.ર.ન. ગુ.ર.નં. ૧૧૧૯૮૦૩૫૨૫૦૮૯૮ બી.એન.એસ..કલમ.૧૦૩(૧) તથા જી.પી.એક્ટ ૧૩૫ મહુવા પોલીસ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પો.ઇન્સ. શ્રી કે.એસ.પટેલ સા.ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈ.આર.એમ.સોલંકી તથા અના.હેડ કોન્સ.એ.કે.પંડયા તથા પો.કોન્સ.ધર્મેન્દ્રસિંહ વાળા તથા પો.કોન્સ.જીતેન્દ્રભાઇ કાતરીયા તથા પો.કોન્સ.રાજુભાઈ પરમાર તથા પો.કોન્સ.શંભુભાઇ ડાભી પો.કોન્સ. વિજયભાઇ પંડયા

Post a Comment

0 Comments