ગારીયાધાર ના ઠાંસા ગામ પાસે શેત્રુંજી નદીમાંથી બે દિવસ આગઉ તણાયેલી વ્યક્તિની સતત શોધ ખોળ બાદ લાશ અખતરિયાથી મળી આવીછે..?

*ગારીયાધાર ના ઠાંસા ગામ પાસે શેત્રુંજી નદીમાંથી બે દિવસ આગઉ તણાયેલી વ્યક્તિની સતત શોધ ખોળ બાદ લાશ અખતરિયાથી મળી આવીછે..?* ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકામાં ઠાસા થી ઘોબા જવાના રસ્તે શેત્રુજી નદીના ક્રોઝવે પરથી બે દિવસ પહેલા એક વ્યક્તિ પાણીમાં ગરકાવ થયેલ તેની સતત બે દિવસ થી શોધ ખોળ શરૂ હોય અને આજ રોજ અખતરિયા નજીક બપોરના એક વાગ્યાં અનુસાર મૃતદેહ મળી આવેલ છે આ વ્યક્તિ બે દિવસ પહેલા ડુંગળી બટેટાની ફેરી કરવા માટે ઘોબા થી ઠાસા પસાર થતો હતો. ત્યારે તેનો ટેમ્પો લીલના કારણે લસરતા તે વ્યક્તિએ પોતાનો જીવ બસાવવા કૂદકો માર્યો હતો . કૂદકો મારતાની સાથે જ આ વ્યક્તિ પુલ પરથી પસાર થતા પાણીના વહેણમાં તણાઈ જવા પામ્યો હતો . અને બે દિવસ સતત પ્રયત્ન કર્યા બાદ આજ રોજ રાજકોટની એન ડી આર એફ. ની ટીમ દ્વારા પ્રયત્ન કરતા અખતરિયા નજીક મૃતક વ્યક્તિની લાશ મળી આવી હતી . રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments