ગારિયાધાર મધ્યે આંગણ વાડી પાસે નો આ વિકાસ છે!!

*ગારિયાધાર મધ્યે આંગણ વાડી પાસે નો આ વિકાસ છે!!..* *આઝાદી નાં લડવૈયા શંભુ દાદા નાં ઘર પાસે આંગણવાડી પાસે નર્કાગાર...!!* કલમ વિર ન્યૂ પ્રતિ નિધિ મુકેશ કંટારીયા ગારિયાધાર આ નગર પાલિકા નું કે મોદી સાહેબનું સ્વચ્છતા અભિયાન ક્યાં છે...??? શાસકો ને ગમે એટલું લખો "કડવી વેલના બધાજ કડવા" બાળકો નાં આરોગ્ય ની ચિંતા ની આ તસવીર કથા છે...!! ધારાસભ્ય તો ગારિયાધાર નાં મત લેતાજ ન હોય તેમ મૌન છે...!! રાવ ફરિયાદ કરવી તો કોને કરવી...?? ગારિયાધાર નો વિકાસ હવે છાપે ચડ્યો છે, કોઈ વિસ્તાર બાકી નથી આવી તસવીર કથાઓ ન મળે. છતાં શાસકો વારે વારે કેસરી ખેસ પહેરાવી ને વિકાસ નાં ભાષણો કરે છે.. ભાજપના કાર્યક્રમ નું બેનર બને કે જાહેરાત કરે તેનું બિલ નગર પાલિકામાં નાખે..એટલે કે ખોટા બિલ નાખી આવા સામાન્ય ચુકવણા થાય..ચુંટાયેલા કે હોદ્દેદાર ને નગર પાલિકા માંથી પેટ્રોલ પંપ ની ચિઠ્ઠી મળે ને ટાંકી ફૂલ કરે..આને પેટ્રોલ કે ડીઝલ નો ભાવ વધારો ક્યાંથી નડે..? આ હું ફેંકતો નથી,જે પેટ્રોલ પંપ ઉપર ખાતું ચાલે છે,ત્યાંના રિપોર્ટ છે, પેટ્રોલ પંપ વાળાએ પાપ ધોવા લોક ડાઉન માં ટિફિન સેવા કરીને પોતાનું ખાતું સાફ કર્યું પણ કોરોના નાં નામે લોક ડાઉન સમયના કોરોંટાઈન વિસ્તાર નાં પતરા મારવાના બિલ બનાવી તિજોરી સફાઈ અભિયાન ચલાવ્યું છે..પાપ કરવાની આદત વાળા ને આ રોજે રોજ નું પાપ ધંધો બની ગયો છે...!! સીતારામ નગર નાં દીપક ખૂંટ નાં ઘેર પાણી નથી આવતું,અથવા ઓછા પ્રેશર થી આવે છે,એક વર્ષ માં બે વાર લેખિત અરજીઓ કરી ફરિયાદ કરી છે,જાહેર જીવન નો વ્યક્તિ હોવાથી..એક વાર નગર પાલિકા જે.સી.બી અને માણસો સાથે રીપેરીંગ માટે આવ્યું..કહેવાય છે..ભાઈ નો ફોન આવ્યો ને જે.સી.બી સહિત સૌ "ગો ટુ પેવેલિયન" પરત જતા રહ્યા..શું આટલી હલકી રાજનીતિ નાં ગુલામ આ ચીફ ઓફિસર પણ હશે..?? દીપક ખૂંટ ફોન કરી ચીફ ઓફિસર ને ફરિયાદ કરે તો થાય તે કરી લેવું.. એમણે બોલેલા શબ્દો લખી શકાય તેવા નથી..મને બેફામ ને પણ શરમ આવે એવા જવાબ ભ્રષ્ટ બાબુઓ આપે..આટલી હિંમત કે ત્રેવડ આવી ક્યાંથી..?? દેશના ગૃહ મંત્રી ને તેનું પેટ પહોચ્યું છે,"જેને કોઈ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે" આ કહેવત ક્યાંક સાચી પુરવાર થઈ રહી છે,.ગુંડા નાં સરદારો ને રોવા નાં દાડિયા કરવા પડે તે હાલત થઈ જતી હોય ત્યારે આ બુડથલ નેતાઓ ને પોતાની ઑકાદ માં રહેવાની જરૂર છે...!!! આ આંગણવાડી પાસે કચરાના,ગંદકીના ઢગલા કોણ હટાવશે..? જે શંભુ દાદા એ નગર પાલિકા બનાવવા પોતાની સંપત્તિ આપી હતી તેનો વેપાર કરવા માં પણ આ શાસકો પાછી પાની કરતા નથી..!! શું મોદી સાહેબ નું સ્વચ્છ ભારત અભિયાન ટીમ કેશુ ને લાગુ નથી પડતું..? પેટના ખાડા નો ભરાતા હોય તો ચોકમાં કટોરા લઈને ઊભા રહી ભીખ માંગો..ગામ સારું છે,આપશે..પણ હવે નગર સેવક બની નગરને નર્કાગાર ન બનાવો..!! આ બેફામ બનેલા,આ નિષ્ફળ નીવડેલા, આ ભ્રષ્ટ ટોળી ને કહેવા વાળું કોઈ છે,કે નહિ...? જિલ્લા સંગઠન ક્યાં ફિફા ખાંડે છે..? આ ભાજપ ની આબરૂ ના ચિંથરેહાલ કરે છે...!! એ.સી.બી ની રેડ માં બે જેલમાં છે,ત્રણ ચાર વિરુદ્ધ તપાસ ચાલુ છે,પાંચ તપાસ પૂર્ણ થઈ છે, અસંખ્ય ઠરાવો રદ થયા છે,ઠરાવ વિના,વર્ક ઓર્ડર વિના વિકાસ નાં કામ ચાલુ થાય છે, ટેન્ડર કર્યા વિના 25 લાખ નાં ઇજારા ની લ્હાણી થાય છે..આ કેશુ આ બધાને એવું તે કયું આશ્વાસન કે મંત્ર આપે છે,કે નાક કાન વિનાના નક્ટા બની મનમાની ચલાવે છે...?? ચીફ ઓફિસર પોતાની જવાબદારી નિભાવી શકે તે સ્થિતિ નથી,ચીફ ઓફિસર ગુસ્સે થાય ત્યારે કામ કે સમસ્યાના ઉકેલની નાં પાડી દયે છે, પ્રમુખ ને મળવા ની વાત કરી ફોન કાપી નાખે છે..!! ચુંટાયેલા એકેય પ્રજા ની સુખાકારી,નગર સફાઈ,નગર આરોગ્ય કે નગર ની રોશની કે નગરના રોડ રસ્તાઓ ની કામગીરી માં નિષ્ફળ રહ્યા છે,.આ મનમાની કોની કૃપાથી ચાલે છે...? પછી દુઃખી થશે ચડાવે કેશુ ને રેલો આવે ત્યારે દોશી લાભુભાઈ..એક જ કુટુંબના સામ સામે ઘસવા નો ધંધો આ કેશુ માટે નવો નથી..કોઈ પોતાનો હરીફ થાય એવો સફળ નહિ થવા દેવા..ખોટું કરવું,જન સમસ્યાઓ નું સર્જન કરવું.નિષ્ફળ શાસક નો ધબ્બો લગાવવા નું કામ કેશુ વર્ષોથી કરે છે,છતાં કેશુ સૌને સારો લાગે છે...!! મૂળ ભ્રષ્ટાચાર શીખવે,કરાવે,કમાણી પોતે કરે બદનામ સૌને કરે..આ તો કાનુડા નાં પરાક્રમ છે, બાળ મંદિર હોય,પ્રાથમિક સ્કૂલ હોય કે આરોગ્ય કેન્દ્ર હોય,સમસ્યાઓ નો સર્જક ખુદ કેસુ છે,ને ચીફ ઓફિસર ને વાણી વિકાસ કરવા ની સલાહ પણ કેશુ ની હોય..!! ભાઈ આ સત્તા નો નશો હવે ઉતારવાનો છે,ઘડીઓ ગણાઇ રહી છે, તને તારા સજા કરવાના છે..!!હવે ગામ ને ઊંધા ખાટલે આણવા નું બંધ કરે તો સારું...!!! રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments