*સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની શ્રી ઝાડીયાણા પ્રા.શાળામાં નવરાત્રી મહોત્સવ યોજાયો.*
ભારત દેશની પ્રજા ઉત્સવપ્રિય પ્રજા છે. દેશમાં અલગ, અલગ ઉત્સવો ઉજવાય છે.
ભારતના પરંપરાગત ઉત્સવોમાંનો એક ઉત્સવ એટલે નવરાત્રી. ગુજરાતનો મોટામાં મોટો અને લાંબામાં લાંબો તહેવાર એટલે આપણી નવલી નવરાત્રી
માની નવલી નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાની ઝાડીયાણા પ્રા. શાળા ખાતે બાળકો આપણી સંસ્કૃતિથી અવગત રહે તે હેતુથી યોજાયેલ નવરાત્રી મહોત્સવમાં વિવિધ વેશભૂષામાં સજ્જ થઇ બાળકો ગરબે ઘૂમ્યા હતા..
સારા સ્ટેપ સાથે રમનાર બાળકોને ખેલૈયા 1, 2, 3 નંબર તથા સારી વેશભૂષામાં સજ્જ થઈ રમનાર બાળકોમાંથી પણ 1, 2, 3 નંબરે આવેલ બાળકોને શાળાના શિક્ષકો દ્વારા રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. બાળકો હર્ષ ઉલાસ સાથે ગરબે ઘૂમ્યા હતા.
👆🏼👆🏼રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર
0 Comments