

રાજુલા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન મશીન તેમજ 25 ઓક્સિજનના બાટલા ફાળવતા પૂજ્ય રમેશભાઈ ઓઝા કોરોના વખતે આ વિસ્તારમાં કરોડો રૂપિયાની સુવિધા આપવાની વાત પૂજ્ય ભાઈશ્રી કરી હતી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યા બાદ રાજુલા સિવિલ હોસ્પિટલને પણ સાધનોનું પ્રદાન કરતા પૂજ્ય ભાઈશ્રી આગેવાનોની ઉપસ્થિતિ
રાજુલા તાલુકાના દેવકા ગામના વતની અને વિશ્વ પ્રસિદ્ધ ભાગવતાચાર્ય પૂજ્ય રમેશભાઈ ઓઝાએ કોરોના મહામારી વખતે રાજુલા દેવકા મુકામે આગેવાનો સાથે મીટિંગ કરી હતી અને આ વિસ્તારમાં એક કરોડ ઉપર ના રૂપિયા વાપરીને આ વિસ્તારને વિવિધ સુવિધાઓ આપવા નેમ વ્યક્ત કરી હતી ત્યારે થોડા સમય પહેલા આ વિસ્તારને ઓક્સિજનયુક્ત એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યા બાદ આજે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ની પ્રેરક ઉપસ્થિતિમાં રાજુલા સિવિલ હોસ્પિટલમાં અમેરિકાથી 2 ભરત ભાઈ વસોયા દ્વારા ઓક્સિજન મશીન તેમજ 25 ઓક્સિજનના બાટલા ની ફાળવણી રાજુલા સિવિલ હોસ્પિટલના કરી હતી અને રાજસત્તા બાદ ધર્મસત્તા એ પણ પોતાની ફરજ અદા કરી હતી અને પૂજ્ય ભાઈશ્રી કહ્યું હતું કે આખા વિશ્વમાંથી અને ભારત દેશમાંથી આ કોરોનાની મહામારી સદંતર નાબૂદ થાય તે માટે આપણે સૌ પ્રાર્થના કરીએ સરકાર પ્રયત્નશીલ છે ત્યારે ભાઈશ્રી ની સાથે કિશોરભાઈ પટેલ મનોજભાઈ વ્યાસ જીતુભાઈ સરવૈયા મનીષભાઈ વાળા કાળુભાઈ વાઘ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર:- ખોડુભાઈ દાખડા રાજુલા
0 Comments