

ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારના પાલડી ગામે થી એક ઇસમને પોષ ડોડવા (કાલા) નાર્કોટીક્સ પદાર્થ સાથે ઝડપી લેતી ભાવનગર જીલ્લાની ગારીયાધાર પોલીસ
દેશના યુવાધન નશાખોરીથી મુકત થાય તે માટે સી.આઇ.ડી. ક્રાઇમ એન્ડ રેલ્વેઝ ગુજરાત રાજ્ય દ્રારા નાર્કોટીકસ ડ્રગ્સની હેરાફેરી નેસ્તનાબુદ કરવા કાર્યવાહી હાથ ધરેલ હોય જે અનુસંધાને ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ભાવનગર જીલ્લાને નશા મુકત કરવા ભાવનગર પોલીસ દ્રારા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ, જે અનુસંધાને પાલીતાણા ડીવીઝન ઈન્ચાર્જ ના.પો.અધિક્ષક સા.શ્રી ડી. વી. કોડીયાતર સાહેબે કેસો શોધવા સુંચના આપેલ છે.
જે અનુસંધાને ભાવનગર જીલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇંન્સ. વી.વી.ધ્રાંગુ સાહેબને ખાનગીરાહે બાતમી મળેલ કે ગારીયાધાર તાલુકાના પાલડી ગામના ભોળાનાથના મંદિર પાછળ રહેણાંકી મકાનમાંથી લાલપરી ભીખુપરી ગોસ્વામી,જાતે બાવાજી રહેવાસી પાલડી ગામ તા.ગારીયાધાર જી.ભાવનગર વાળાને નાર્કોટીક્સ પદાર્થ પોષ ડોડવા (કાલા) વેચાણ કરે છે. જે બાતમી આધારે પાલીતાણા સર્કલ પોલીસ ઇન્સપેકટર એન.એમ.ચૌધરી સાહેબ તેમજ પો.સબ.ઇન્સ. શ્રી વી.વી.ધ્રાંગુ સા.તેમજ પો.સ્ટાફના માણસો સાથે રૈઇડ કરતા ઉપરોકત આરોપી પાસેથી નાર્કોટીક્સ પદાર્થ પોષ ડોડવા (કાલા) જેનો વજન ૪.૯૮૦ કી.ગ્રામ કી.રૂ.૧૪૯૪૦ તથા મોબાઇલ ફોન-૧ મળી કુલ કી.રૂ.૧૭૯૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ અને મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી કરી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
*આ કામગીરીમાં જોડાયેલ પો.સ્ટાફ*
પો.ઇન્સ. શ્રી એન.એમ.ચૌધરી સાહેબ
પો.સબ.ઇન્સ. વી.વી.ધ્રાંગુ સાહેબ
હેડ.કોન્સ. એન.જી.પરમાર
હેડ.કોન્સ. ડી.કે.ગઢવી
હેડ.કોન્સ. એ.એલ.ભટ્ટી
હેડ.કોન્સ. આર.આર.કટારા
પો.કોન્સ.વિજયભાઇ મકવાણા
પો.કોન્સ.વિજયસિંહ ગોહીલ
પો.કોન્સ.વિજયભાઇ ચુડાસમા
પો.કોન્સ.અમીતભાઇ ડાંગર
વુ.પો.કોન્સ.ભાવનાબેન ડાંગર
ડ્રા.એ.એસ.આઇ. કે.આર.આહિર
ડ્રા.પો.કોન્સ.જીતુભાઇ મકવાણા
0 Comments