ગારીયાધાર ના બ્રાહ્મણનગર વિસ્તારમાં ગટરના મોટા ખાડા શું અકસ્માતની રાહ જોઈ રહ્યું છે તંત્ર??

*ગારીયાધાર ના બ્રાહ્મણનગર વિસ્તારમાં ગટરના મોટા ખાડા અકસ્માતની રાહ જોઈ રહ્યાછે* ગારીયાધાર ની નગરપાલિકા ની ઘોર બેદરકારીના કારણે અનેક વખત આવા ખાડાઓ , રોડ રસ્તાઓના કારણે લોકો અકસમાતનો ભોગ બની રહ્યા છે ગુજરાત સરકાર વિકાસના નામે લાખો રૂપિયા ના ખર્ચાઓ કરે છે અને લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવે છે . છતાં સ્થાનિક સ્તર સુધી આ બાબત પહોંચતી ન હોઈ તેવું લાગી રહ્યું છે. કેમકે હાલમાં આવેલી તસ્વીર મુજબ ભાવનગર જિલ્લા નો ગારીયાધારન તાલુકો હાર્દ સમી શિક્ષિત લોકોની સોચાયટી એટલે ગારીયાધાર ની બ્રાહ્મણ નગર સોસાયટી આ સોસાયટી માં છેલ્લા 15 દિવસ ઉપરથી ગટર રિપેરીગ કરવા ખાડો ખોદેલો છે .પરંતુ હજી નાતો આ ગટર રીપેરીંગ થઈ છે કે નતો આ ખાડો બુરવામાં આવ્યો છે .આ ખાડામાં રહેલી ગંદકી યુકત પાણી ના કારણે અહીંના લોકોને અનેક મચ્છરજન્ય રોગોની ભીતી છવાઈ રહી છે . તો અહીંથી પસાર થતા લોકો ને પણ આ ભયજનક ખાડાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે .ત્યારે આ ઓછું હોય તેમ આજુબાજુમાં આ ખાડો ખોડેલો છે તેવી ક્યાંય ચેતવણી નું ચિન્હ કે બોર્ડ પણ લગાવેલું નથી . ત્યારે આજુબાજુના રહીશોની એટલી જ માંગ છે કે આ સમસ્યાને નગરપાલિકા ધ્યાનમાં લેય.તેવી ત્યાં ના લોકો માંગ કરી રહ્યા છે.. *રિપોર્ટર મુકેશ કંટારીયા સાથે મહેશ ગોધાણી ગારિયાધાર*

Post a Comment

0 Comments