ગારીયાધાર નગરપાલિકાની બેવડી નીતિથી લોકો હેરાન પરેશાન રાત્રીના સમયે ક્યાંક ઘોર અંધકાર તો ક્યાંક દિવસે અંજવાળા!!

*રિપોર્ટર ગોધાણી મહેશ* *ગારીયાધાર નગરપાલિકાની બેવડી નીતિથી લોકો હેરાન પરેશાન રાત્રીના સમયે ક્યાંક ઘોર અંધકાર તો ક્યાંક દિવસે અંજવાળા* *ગારીયાધાર ના શક્તિ પ્લોટ વિસ્તારમાં દિવસે અજવાળા પાથરવામાં આવે છે* ગુજરાત સરકાર વિકાસના મસમોટા બણગાં ફૂંકે છે .અને આ તાલુકાના વિકાસ માટે મસમોટી ગ્રાન્ટો પણ ફાળવવામાં આવે છે .ત્યારે આ વાત સ્થાનિક સ્તર સુધી પહોંચતી ન હોઈ તેવું લાગી રહ્યું છે . આવીજ તસ્વીર ગારીયાધાર ના પચ્ચેગામ જતા રોડ પર ધોબીધાર નજીકની છે અહીંયા રાત્રે ઘોર અંધકાર છવાઈ જાય છે .બીજી બાજુ ગારીયાધાર ની મધ્યમમાં આવેલો વિસ્તાર એટલે શક્તિપ્લોટ વિસ્તારમાં દિવસના સમયે પણ નગરપાલિકાની લાઈટુ ચાલુ રાખવામાં આવે છે .આ કોના માટે ચાલુ રખાતી હશે . શુ રાહદારીઓ માટે કે અહીંથી થોડે દુર આવેલા નગરપાલિકાના પ્રમુખ સાહેબ બંધ કરે ત્યારે બંધ થતી હશે . શા માટે લોકો સાથે રમતો રમવામાં આવી રહી છે . મત માંગવા સમયે તો મસમોટા વાયદા કરીને સભ્યો પ્રમુખ પદ સુધી પહોંચી જાય છે .પણ પછી આ સભ્યો આમ જનતાને ભૂલી જતા હોય તેવું દેખાઈ છે . રિપોર્ટર મુકેશ કંટારીયા સાથે મહેશ ગોધાણી ગારિયાધાર ગારીયાધાર નગરપાલિકાની બેવડી નીતિથી લોકો હેરાન પરેશાન રાત્રીના સમયે ક્યાંક ઘોર અંધકાર તો ક્યાંક દિવસે અંજવાળા*

Post a Comment

0 Comments