

*ગારીયાધાર નગરપાલિકા વિકાસના મસમોટા બણગાં ફૂંકે છે પણ સ્થાનિક સ્તરે આ બાબત નજરે ચડતી નથી*
*ગારીયાધાર નગરપાલિકાના પ્રમુખના મતવિસ્તારમાં કચરાના ગંજ જામ્યા ને રોજ જામ્યા કરે છે .!!!*
*રિપોર્ટર :મુકેશ કંટારીયા સાથે મહેશ ગોધાણી ગારિયાધાર*
આમ તો ભારત સરકાર દ્વારા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના સ્વપનને સાકાર કરવા અનેક પ્રકારની પરત્નો પ્રયાસો થઈ રહ્યા હોય ત્યારે સ્વચ્છતા માટેની લાખો ની ગ્રાન્ટો આપવામાં આવે છે .પરંતુ આ ગ્રાન્ટથી શુ કામગીરી થઈ રહી છે .તે ભાવનગર જિલ્લા ના ગારીયાધાર તાલુકા મા થી પચ્ચેગામ જતા વિસ્તાર નજીક આવેલી આ કચરાના મસમોટા ઢગલા જ કહી જાય છે.કે અહીંયા રહેતા સ્થાનિક લોકોએ અવારનવાર તંત્રને ફરિયાદ કરી છતાં તંત્ર આંખ આડા કાન કરીને બેઠું છે . ત્યારે આ કોરોનાની મહામારીની વચ્ચે આ બધું યોગ્ય છે ખરા? આનાથી કોઈ નવી બીમારી ઉદભવી તો જવાબદારી કોની રહેશે ? ત્યારે લોકો એવા પ્રશ્નો કરી રહ્યા છે કે શુ ચૂંટાયેલા સભ્યો ફક્ત લોકોના મતનો ઉપયોગ કરીને વિજયી બનવા માટે જ ચૂંટણી લડતા હશે . ત્યારે અનેક પ્રશ્નો થઈ રહિયા છે હવે જોવું ઍ રહ્યુ કે અહીંયા કચરા ગંદકી ના થર જામ્યા તે નગર પાલિકા દ્રારા સાફ સફાઈ થશે કે કેમ તે હવે જોવું રહ્યુ... !!
0 Comments