એ.સી.બી. સફળ ટ્રેપ : ગારીયાધાર નગર પાલિકાના બે લાંચિયા કર્મચારી એસીબીના છટકામાં ઝડપાયા !!

*એ.સી.બી. સફળ ટ્રેપ : ગારીયાધાર નગર પાલિકાના બે લાંચિયા કર્મચારી એસીબીના છટકામાં ઝડપાયા!! ગારિયાધાર નગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાકટર તરીકે સ્મશાનની દિવાલ બનાવવાનું કામ રાખેલ, જે કામના બીલ મંજુર થયેલ હોય જે બીલની રકમના ચેક આપવા માટે આક્ષેપિત નંબર.૨ ના એ ફરિયાદી પાસે રૂ.૧૮,૦૦૦/- ની લાંચની માંગણી કરતા ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય એ.સીબી.માં ફરિયાદ આપતા આજરોજ તારીખ 30-09- 2021 ના રોજ લાંચના છટકા નું આયોજન કરતા છટકા દરમ્યાન આરોપી પ્રતિક બકુલભાઈ દેસાઈ, ઉં.વ.૨૨, ધંધો.નોકરી,નગર પાલિકા એન્જિનિયર, (૧૧ માસ ના કરાર આધારીત) ગારિયાધાર નગરપાલિકા, રહે. સંજય ગાંધી સોસાયટી, બ્લોક નંબર-૨૯ ઢસા જંકશન, તા. લાઠી જિ. અમરેલી ના એ રૂ.૧૬,૦૦૦/- ની લાંચ ની માંગણી કરી પંચની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી આરોપી એક એ લાંચની રકમ સ્વીકારી આરોપી વર્ધીલાલ ડાયાલાલ પુજારા, ઉં.વ. ૬૦, ધંધો. નોકરી, ચીફ ઓફિસર, ગારિયાધાર નગરપાલિકા, વર્ગ- ૩ (૧૧ માસ ના કરાર આધારિત ) રહે. ગારિયાધાર, પાલીતાણા રોડ, મૂળ. રહે. ડીસા પાલનપુર હાઈવે રોડ, ગાયત્રી મંદિર સામે, ધર્ણીધર સોસાયટી, ડીસા જિ. પાલનપુર ના ઓ સાથે હેતુલક્ષી વાતચીત કરી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ હોય જે સંદર્ભે એ.સી.બી. એ બંન્ને આરોપીઓને ડીટેઈન કરેલછે. આ એસીબી ના ટ્રેપની કામગીરીમાં ટ્રેપીંગ અધિકારી શ્રી ડી. કે. વાઘેલા પોલીસ ઈન્સપેક્ટર એ.સી.બી. પોલીસ સ્ટેશન ભાવનગર, સુપરવિઝન અધિકારી શ્રી બી.એલ.દેસાઈ, મદદનીશ નિયામક જુનાગઢ એકમ, જુનાગઢ ની સફળ રેઈડ રહી હતી. અને બંને આરોપીને સ્થળ પર જ પુરાવા સાથે અને લાંચની રકમ 16000 સાથે ડીટેકટ કર્યા હતા. *કલમ વિર ન્યૂ રિપોર્ટર મુકેશ કંટારીયા ગારીયાધાર*

Post a Comment

0 Comments