
જાફરાબાદ તાલુકા માં "મેગા રસીકરણ કેમ્પ"
કોરોના સુરક્ષાચક્ર સુનિશ્ચીત કરવા ખાસ કોવિડ-૧૯ મેગા રસીકરણ કેમ્પ તાલુકા જાફરાબાદ ....
“માં.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જયેશ પટેલ સાહેબ અને જિલ્લા રસીકરણ અધિકારી ડો. જાટ સાહેબ ,ની સૂચના થી દ્રારા જાફરાબાદ તાલુકા માં પ્રા. આ.કેન્દ્ર ટીંબી,નાગેશ્રી, બાબરકોટ, અને શહેરી આરોગ્ય કેન્દ્ર જાફરાબાદ માં તાલુકા હેલ્થ ઓફિસર ડો.મયુર.બી.ટાંક ની અધ્યકતામાં મેગા રસીકરણ કેમ્પ યોજવામાં આવશે
હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે અને તેમાં ઘણા બધા ઉતાર ચઢાવ આવી રહયા છે કોરોનાની મહામારી બહાર નીકળવા માટે કોવીડ રસીકરણ નું ખુબ જ મહત્વ છે. ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ નાગરિકોએ આ રસી લેવી જોઈએ જેથી કોરોના સામે રક્ષણ મળી શકે.
કોવીડ રસીકરણ કરવાથી કોઈ પણ પ્રકારની ગંભીર આડઅસર થતી નથી. આ રસી લેવાથી કોવીડ સામે લડવાની રોગપ્રતિકારક શકિતમાં વધારો કરે છે.
આ રોગપ્રતિકારક શકિત પોતાને તેમજ સમાજને ગંભીર પ્રકારના કોરોના સામે લક્ષણ આપે છે. હાલ સુધીમાં અમરેલી જીલ્લામાં ૬ લાખથી વધુ લોકોને રસીકરણ કરવામાં આવેલ છે.
તા.૧૭/૯/૨૦૨૧ શુક્રવાર માં. પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ ના ઉપલક્ષે સમગ્ર જાફરાબાદ તાલુકામાં ગામ વાઇસ અને જાફરાબાદ વિસ્તાર માં કોરોના સુરક્ષાચક્ર સુનિશ્ચીત કરવા ખાસ કોવીશીલ્ડ અને કોવેક્ષીન મેગા રસીકરણ કેમ્પ કરવાનું આયોજન છે.
જેમનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ અને જે વ્યકિતએ કોવેક્ષીનનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ૨૮ દિવસ પુર્ણ થયેલ હોય તેમજ કોવીશીલ્ડનો પ્રથમ ડોઝ લીધેલ હોય અને ૮૪ દિવસ પૂર્ણ થયાં હોય તેવા લોકો યે બીજા ડોઝ માટે ખાસ આવવાનું રેહશે.તેવું તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ની યાદી જણાવે છે..,,,, રીપોર્ટર કાળુશા કનોજીયા જાફરાબાદ
0 Comments