ગારીયાધાર ટાઉન વિસ્તાર ખાતેથી મોબાઇલ ફોન પર ઓનલાઇન સેશનનો જુગાર રમતા બે ઇસમોને પકડી પાડતી ગારિયાધાર પોલીસ

*ગારીયાધાર ટાઉન વિસ્તાર ખાતેથી મોબાઇલ ફોન પર ઓનલાઇન સેશનનો જુગાર રમતા બે ઇસમોને પકડી પાડતી ગારિયાધાર પોલીસ* મોબાઇલ ફોન નંગ-૦૨ કિમત રૂપીયા.૨૦,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૩૯,૯૦૦/-ગણી એમ કુલ કિમત રૂપિયા ૫૯,૯૦૦/-ના મુદામાલ સાથે પકડી લેતી ગારીયાઘાર પોલીસ જી.ભાવનગર ભાવનગર રેન્જ મે.પોલીસ મહાનીરીક્ષક સા. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ ભાવનગર રેન્જ તથા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબ દ્વારા તથા પાલીતાણા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબ ની સુચના મુજબ પોલીસ સ્ટેશન વિસ્તારમા દારૂ જુગારની બદી નેસ્ત નાબુદ કરવા માટે સખત સુચના આપેલ. જે સુચનાનો અમલ કરવા ગારીયાઘાર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ વી.વી.ધ્રાંગુ સાહેબ નાઓની સુચના મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનના સ્ટાફના પો.કોન્સ અમીતભાઇ ગોંવીદભાઇ ડાંગર તથા પો.કોન્સ. શૈલેષભાઇ ચાવડા તથા પો.કોન્સ. રાજુભાઇ વાઘેલા તથા પો.કોન્સ લક્ષ્મણભાઇ ભમ્મર એ રીતેના હેડ કોન્સ. એ.એલ.ભટ્ટી સાથે પેટ્રોલીંગમા હતા, તે દરમ્યાન પો.કોન્સ. અમીતભાઇ ગોંવીદભાઇ ડાંગરને બાતમીરાહે હકિકત મળેલ કે ગારીયાધાર-બોરડાવાડી-શીવમ મંદિરની બાજુમા બે ઇસમો મોબાઇલ ફોનમા ઓનલાઇન પૈસા વતી હાર જીતનો જુગાર રમે છે તથા જુગાર રમી રમાડે છે. જે હકિકત આઘારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે રેઇડ કરતા (૧) ઇમરાનભાઇ મુસાભાઇ સેલોત જાતે.ઘાંચી ઉ.વ.આ ૩૪ ધંધો.વેપાર રહે.બોરડાવાડી, શીવમ સ્કુલની બાજુમા ગારીયાધાર જી.ભાવનગર નં (૨)અમનભાઇ ફીરોજભાઇ પીપરાણી જાતે.મેમણ ઉ.વ.આ ૨૭ ધંધો-ટીવી ફ્રીજ રીપેરીંગ રહે.બોરડાવાડી, શીવમ સ્કુલની બાજુમા ગારીયાધાર જી.ભાવનગર વાળા ને મોબાઇલ ફોન નંગ-૦૨ કિમત રૂપીયા.૨૦,૦૦૦/- તથા રોકડ રૂપીયા ૩૯,૯૦૦/-ગણી એમ કુલ કિમત રૂપિયા ૫૯,૯૦૦/-ના મુદામાલ સાથે મળી આવતા તમામ સામે જુ.ધા.કલમઃ-૧૨ (અ) મુજબ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરવવામાં આવેલ છે. કામગીરીમા જોડાયેલ પો.સ્ટાફ હેડ કોન્સ. એ.એલ.ભટ્ટી પો.કોન્સ અમીતભાઇ ડાંગર પો.કોન્સ. શૈલેષભાઇ ચાવડા પો.કોન્સ. રાજુભાઇ વાઘેલા પો.કોન્સ લક્ષ્મણભાઇ ભમ્મર રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments