પાલીતાણા તાલુકાના વડાળ ગામે બાળકીને ઇલેક્ટ્રિક શોક લાગતા બાળકી નું મોત નીપજ્યું

*પાલીતાણા તાલુકાના વડાળ ગામે બાળકીને ઇલેક્ટ્રિક શોક લાગતા બાળકી નું મોત નીપજ્યું* પાલીતાણા તાલુકાના વડાળ ગામે રહેતા જગદીશભાઈ ચૌહાણ વાડી વિસ્તારમાં ખેત મજૂરી કામ કરતા અને વાડી વિસ્તારમાં રહેતા જેઓની બાળકી સાક્ષી જગદીશભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 5 જેને પોતાની વાડીના ઝૂંપડામાં જ ઈલેક્ટ્રિક શોક લાગતા તાત્કાલિક પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના ડોક્ટરો દ્વારા બાળકીને મૃત જાહેર કરેલ અને લાશને પીએમ અર્થે ખસેડવામાં આવેલ ઘટનાને લઇને પરિવારમાં માતમ છવાયો પાંચ વર્ષની બાળકીનું વહેલી સવારે ઇલેક્ટ્રિક શોક લાગતા મોત નીપજ્યું સ્થાનિક આગેવાનો અને સામાજિક લોકો માનસિંહજી હોસ્પિટલ પહોંચ્યા હાલ પોલીસ દ્વારા કેસ કાગળ કરી વધુ તપાસ હાથ ધરાઈ *રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર*

Post a Comment

0 Comments