



ગારિયાધાર માં વરસાદ નથી, છતાં ચોમાસુ છે...!!!
શાસકોની બેદરકારી નું ચોમાસુ બારેમાસ રોડે ચડે છે...!!
શું આવા સુશાસન ના પાંચ વર્ષ ભાજપે ઉજવ્યા છે...!!
નગર પાલિકા નો વિકાસ તૂટેલો, ન સ્વીકારે તો લોકો ના નસીબ ફૂટેલા...!!
આ ડફોળ શાસકો ને કોઈ કહેવા વાળું છે કે નહિ..?
તસવીરો જોઈને ખોટું લાગે તો ભલે નગરના વિકાસ નું સત્ય આ છે....!!
ભ્રષ્ટાચાર યુનિવર્સિટી ના સેવકો પાસે આશા પણ શું રાખવી...!!!
શું વખાણ કરવા વિકાસ ના, કોને ફરિયાદ કરવી સમસ્યાઓની, શાસકો અને તંત્ર એક બીજા ઉપર ટગ ટગ ઉભા રહે તેવા ખોટા અને ભ્રષ્ટ લોકો ની ટોળી એ ગારિયાધાર નગર ને સમસ્યાઓ સિવાય કશું આપ્યું નથી..!!
મીઠા કૂવા થી મિયાની મેડી સુધી કૃત્રિમ નદી કે જાબોલિયા નું સર્જન કર્યું છે..પાણી ની લાઈન નાખી છે,કે ફુવારા સિસ્ટમ બેસાડી છે..?
આ વિકાસ ભ્રષ્ટાચાર યુનિવર્સિટી ના સર્વોપરી ભ્રષ્ટાચાર કિંગ ધારાસભ્ય નો છે,ગામમાં ૬૦ લાખ ની પાઇપ લાઇન મારુતિ ના નામે ઘુઘેશે કર્યું છે..!!
સૌ જાણે છે,અંદાજપત્ર કરતા પાઇપ હલકા એટલે કે સસ્તા વાપર્યા છે, જે ઊંડાઈ એ નાખવા ની શરત હતી એટલી ઊંડાઈ એ નાખ્યાં નથી..એટલે વાહન વ્યવહાર ના થડકા પણ લાઈન ને તોડી નાખે છે..!!
આ ઘુઘેશ ના વિકસે વારા કર્યા છે, ક્યારેક આશ્રમ રોડ,ક્યારેક મેઈન બજાર,ક્યારેક મીઠા કૂવા રોડ, ક્યારેક જવાહર રીડ તો ક્યારેક લાતી બજાર એક પછી એક તૂટ્યા કરે, તંત્ર રિપેર કરવામાં દિવસો લગાવી પાણી નો વેડફાટ કરે છે..ભાજપ ના નેતાઓ ની પાણી પુરવઠા માં હજરી પુરાતી હોય,પણ કામ પ્રચાર નું કરતા હોય,કામ ક્યારે કરે..!!
ક્યાં સુધી ગામને આ ભ્રષ્ટ નેતાઓની કરતૂતો સહન કરવાની..? ક્યાં સુધી ગાંડા વિકાસ સાથે પરેશાની ભોગવવાની..? શું કાયમી ઉકેલ નથી..? સમસ્યાઓ નું નિવારણ નથી..? મુશ્કેલી ઠબકો દયે કોણ..? કોને ઠબકો દયે..? આવા ભ્રષ્ટાચાર માંથી આખી ભ્રષ્ટાચાર યુનિવર્સિટી નું નિર્માણ કર્યું છે..!!
ધારાસભ્ય ના ઘર પાસે ની બધુજ સમસ્યાઓ ના નિકાલ થયા,પરંતુ ગામની સમસ્યાઓ કાયમી વિકાસ બની ને રહી ગઈ. શું આને વિકાસ કહેવાય..? જો વિકાસ આવો હોય,તો વિનાશ કેવો હશે..??
આપણે આ વિકાસ ને સહન કરી શકતા નથી, સુધારી શક્તા નથી, તો વિનાશ સામે ક્યાંથી બાથ ભીડી શકીએ..!! વિકાસ ૨૫ વર્ષ પૂરા કરી ચૂક્યો છે, વિકાસ જુવાન થયો છે, વિકાસ સમજણ વાળો થયો છે..હવે સો સો વાના માગશે..!! હજુતો માત્ર રીપેરીંગ માગે છે,ભવિષ્યમાં આખો બદલાવ માંગશે..!!
શું ચીફ ઓફિસર ની ટીમ ક્યારેય ગામ સમસ્યાઓ જાણવા બહાર નીકળે છે..??
કંઈક શરમ આવવી જોઈએ આ પાણી આખા ગામ મા રેલમાં છેલ સાવ ખોટું વેડફાય રહ્યુ છે. શુ નગર પાલિકા ની ફરજ મા નહીં આવતું હોય કે નગર પાલિકા ના ચીફ ઓફિસર સહિત ના સભ્યો પણ આવીજ રીતે પોતાના ઘરે પાણી ની રેલમાં છેલ ની ટેવ પડી ગઈ હશે કે... શુ...
*રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર*
0 Comments