ગારિયાધાર ભીડ ભંજન મંદિર પટાંગણ માં ફૂલ કાજળી વ્રત નું પૂજન...!!

ગારિયાધાર ભીડ ભંજન મંદિર પટાંગણ માં ફૂલ કાજળી વ્રત નું પૂજન...!! ગારિયાધાર નગરના શિવ મંદિર માં શ્રાવણ માસ ના હરહર મહાદેવ ના નાદ ગુંજી રહ્યા છે, ત્યારે બહેનો ફૂલ કાજળી ના વ્રત નું પૂજન ભીડ ભંજન મહાદેવ ના પટાંગણ માં કરી રહ્યા છે.. જોકે ધાર્મિક તહેવારો માં કોઈ મંદિર માં જઈ બેસી શકાય કે ટાઇમ પાસ કરી શકાય,કે ભગવાન ના નામ નું રટણ કરી શકાય એવું વિશાળ ગ્રાઉન્ડ સાથેનું એક માત્ર મંદિર છે.. ખાસ નાની બાળાઓ કે યુવાન દીકરીઓ કે મહિલાઓ ધાર્મિક વાર,તહેવાર કે મોળાકત ના પૂજન અર્થે અહીજ આવે છે,અહી ભૂદેવ સહિત ની વ્યવસ્થા હોય છે..કારણકે આખો બ્રહ્મ સમાજ અહી પૂજા અર્થે આવે છે..!! ભગવાન ભોળાનાથ ની આસ્થા લોકોમાં છે,અન્ય કોઈ નામી સંપ્રદાય અહી વિકાસ પામ્યો નથી. જીવ સાથે નાતો માત્ર શિવે રાખ્યો છે..!! હજુ સેવક સમુદાય કે કાયમી સેવા,વ્યવસ્થા નું મંડળ એજ માત્ર આ મંદિર માં કાર્યરત છે..!! શિવરાત્રી ની મહાપૂજા કે મહા પ્રસાદ નું પણ આ શિવ મંદિર નું મહત્વ છે..!! વર્ષોની ધાર્મિક પરંપરા જળવાઈ રહી છે,લોકો ની આસ્થા જોડાયેલી છે..ગારિયાધાર માં સાથી વધુ ભક્ત સમુદાય શિવ ને માનનારો છે..!! રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments