મહુવા તાલુકાના દુધેરી ગામે પ્રાથમિક શાળામાં 75મા સ્વાતંત્ર્ય પવૅની ભવ્ય ઉજવણી

દુધેરી પ્રાથમિક શાળામાં 75મા સ્વાતંત્ર્ય પવૅની ભવ્ય ઉજવણી તા. 15/8/2021 ના રોજ મહુવા તાલુકાના દુધેરી ગામે પ્રાથમિક શાળામાં 75મા સ્વાતંત્ર્ય પવૅની નિમિત્તે ભવ્ય કાયૅક્રમ યોજાયો, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો જોડાયા, ગામની માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા નાના બાળકો, યુવાનો ભાઈ અને બહેનો ગ્રામજનો સરપંચ શ્રી મોહનભાઈ ભાલિયા પંચાયત સભ્ય ભુપતભાઈ ચૌહાણ,ગૌવિદભાઇ શિયાળ આચાર્ય શ્રી મનિષભાઈ ખડદિયા માધ્યમિક શાળાના આચાર્ય બુધાભાઈ મકવાણા શિક્ષકો ભાઈ અને બહેનો તેમજ એસ એમ સી સમિતિ ના સભ્યો અરજણભાઈ ચૌહાણ,કિશનગીરી ,પુવૅ પ્રમુખ છગન ભાઈ શિયાળ,હિમતભાઇ,રમેશભાઇ ભાલિયા,આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લાના મંત્રી શ્રી વિઠ્ઠલભાઈ સોલંકી સહિત હાજર રહ્યા હતા.

Post a Comment

0 Comments