આજે મોરંગી પ્રાથમિક શાળા માં 75માં સ્વતંત્રદિન ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
મોરંગી સરપંચ શ્રી. જેન્તીભાઇ વાયલું તથા સામાજિક ન્યાય સમિતિ ચેરમેન ઈશા શેઠ ના હસ્તે ઘ્વજ લહેરાવી પંચોતેરમાં સ્વતંત્ર દિન ની ઉજવણી કરવામાં આવી, તેમજ સામાજિક ન્યાય સમિતિ રાજુલા ના ચેરમેન શ્રી ઈશા શેઠ નું સન્માન સરપંચ શ્રી જેન્તીભાઇ વાયલું ના હસ્તે શાલ શ્રીફળ,પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું સાથે સાથે કોરોનમાં જેમની ખુબ સરસ કામગીરી બદલ કોરોના યોદ્ધા એવા હેલ્થ ઓફિસર શ્રી જાની સાહેબ નું પ્રશસ્તીપત્ર આપી સન્માન કરવામાં આવ્યું.તેમજ મોરંગીમાં ખુબજ સરાહનીય કામગીરી કરનાર કોરોના વોરિયર્સ બહેનો શ્રીમતી ગૌરીબેન ચૌહાણ,શ્રીમતી ઉષાબેન રાઠોડ અને શ્રીમતી.મુક્તાબેન મકવાણા નું પણ પ્રશસ્તીપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આચાર્ય શ્રી ગહનભાઈ જોષી, આચાર્ય શ્રી મુકેશભાઈ લાધવા,અને સ્ટાફ ના સૌ શિક્ષક ભાઈઓ શિક્ષિકા બહેનો,તથા ગામના અગ્રણીઓએ હાજરી આપી હતી. ત્યારબાદ શ્રી. મહેશભાઈ વાયલું તરફથી સૌ બાળકોને બટુક ભોજન કરાવ્યું હતું.
બ્યુરો રિપોર્ટ :મહેશ રાઠૌડ કલમવીર ન્યુઝ અમરેલી
0 Comments