ગારિયાધાર નગર પાલિકા ના આ વેરાન છેરણ થયેલા બ્લોક કોણ રીપેર કરશે..??

ગારિયાધાર નગર પાલિકા ના આ વેરાન છેરણ થયેલા બ્લોક કોણ રીપેર કરશે..?? શું આવા વિકાસ ના ગુણગાન અઠવાડિયું ગાયા છે..? વિકાસ તૂટેલો ને રમણ ભમણ હોય તેને "વણથંભ્યો" વિકાસ કહેવાય..? શું શાસકો કે અધિકારીઓ ક્યારેય ગામની હાલત જોવા પ્રયાસ પણ નથી કરતા..? આ તસવીર કથા ગારિયાધાર ની છે, આ ગારિયાધાર ના વિકાસનું સત્ય છે...!! શાસકો ને શરમ નો છાંટો હોય તેવું લાગતું નથી..!! ગારિયાધાર બોગસ અને વિકાસ વિરોધી ભ્રષ્ટાચાર માં ડૂબેલી નગર પાલિકા નું પાપ છાપરે ચડી ને પોકારતું હોય તેમ "વિકાસ ખડખડાટ હસે છે" આ બ્લોક પેવિંગ na કામ બારે માસ ચાલ્યા કરે છે,એટલે તો ભાજપ વાળાએ બ્લોક ના કારખાના નાખ્યા છે,તિજોરી ઉલેચવા કે વહેંચી ખાવામાં સરળ યોજના એટલે બ્લોક પેવીંગ..!! બ્લોક શહેરી રસ્તા ની બાજુમાં નાખવા પાછળ નો આશય ખુદ નગર પાલિકાને સમજાતો નથી.. જ્યારે કોઈપણ ખોદકામ કરવાનું હોય ત્યારે બ્લોક ઉખાડી ને બાજુમાં રાખી દેવાના,કામ પૂરું થાય એટલે ફરી બ્લોક ગોઠવી દેવાના....!! વાટો કર્યા વિના બ્લોક ફિટિંગ કામ ચલાઉ અને ફોલ્ડિંગ વ્યવસ્થા છે,વારે વારે તોડફોડ કરવી ન પડે માટે ચોક્કસ જગ્યાએ બ્લોક નાખવામાં આવે છે..પરંતુ એક વાર ઉખાડેલા બ્લોક ફરી ફીટ થતા નથી..એટલે કે મુખ્ય હેતુ સિદ્ધ થતો નથી..!! થોડા દિવસ નો ગેપ જાય એટલે બ્લોક ઓછા થાય, આડા અવળા થાય,રમણ ભમણ થાય..આખરે વિકાસ ખડખડાટ હસવા લાગે..આવા વિકાસ નો કોઈ મતલબ નથી..વેડફી નાખવા ખર્ચાઓ કરવાની નગર પાલિકા ના શાસકો ની માનસિકતા બારે ને ચારે એકના એક કામ કર્યા કરવાના.બ્લોક ના કામ પૂર્ણ થાય જ નહીં..!! નવા બ્લોક લગાવતા જાવ..પાછળ ખોદાણ કરવામાં આવેલ સ્થળે રિપેરિંગ નહીં કરવાનું પરંતુ નવા બ્લોક નાખવાં નો બીજો રાઉન્ડ ચાલુ થાય.. આ ભ્રષ્ટાચાર ચક્ર ચલ્યાજ કરે..!! નગર પાલિકા મા શાસકોએ ખોટું લગાડવું નહીં કરણ લેવામાં,ઉઘરાવવામાં કોઈ બાકી નથી..ખાનગીમાં થતા વહીવટો ની વિગતો જૂથબંધી ના કારણે અમારા સુધી પહોંચી જાય છે, કોને સાથે રાખવા, કોના પર વિશ્વાસ મુકવો એ અમારે શીખવવાનું ન હોય..!! નથી કચરાની સફાઇ કરવી,નથી બ્લોક રિપેર કરવા,નથી ઢગલા ભરવા કે નથી ખાડા પૂરવા..નથી લાઈટો દિવસે બંધ કરવી, નથી રાત્રે બંધ હોય તેને ચાલું કરવી..નથી ગટર ઉભરાતી બંધ કરવી, આમજ ચાલે તો વિકાસ ગાંડો ન થાય તો શું થાય..!! ધારાસભ્ય ની યુનિવર્સિટી ના સેવકો ની સેવા થી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. નથી પોતાની ભૂલ સમજાતી,નથી ફરજ સમજાતી,નથી સત્ય સ્વીકારવું કે નથી કટકી બટકી વિના ચાલતું..આખરે ઉઘરાણા નું વ્યસન સૌને વળગ્યું છે..!! સૌરાષ્ટ્ર કિંગ શું બહારગામ થી ફોટા લાવીને મૂકે છે..? ખોટું લખે છે..? સાચું હોય તો સ્વીકારવા ની ટેવ પાડો..ખોટું લગાડવા ની નહીં....!! જોકે શાસકો બેફામ ત્યારેજ થાય વિપક્ષ ને લડવા નો સમય ન હોય,આદત ન હોય,ઇચ્છા પણ ન હોય.. જ્યાં જુવો ત્યાં ગાંડો વિકાસ..ને કોંગ્રેસ નો ઠેકેદાર ગાંડો.. આમાં વિકાસ ડાહ્યો ક્યાંથી થાય...??? *રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર*

Post a Comment

0 Comments