


" ગુજરાત ના માછીમારો ની કફોડી હાલત" કનૈયાલાલ સોલંકી પ્રમુખ શ્રી ખારવા સમાજ માછીમાર બોટ એસોસિએશન જાફરાબાદ , જ્યારથી કોરોના ની મહામારી શરૂ થઈ છે ત્યારથી માછીમારોની નબળી દશા ચાલુ થઈ છે, ગયા વર્ષે લોકડાઉનને કારણે તેમજ " ચીન" દ્વારા ભારતીય મચ્છી ખરીદી બંધ કરવામાં આવેલ તે કારણે સરકારશ્રી દ્વારા માછીમારોને ધંધા રોજગાર ચાલુ રાખવા નું કહેલ છતાં ધંધા રોજગાર બંધ રાખી ઘરે બેસ્યા, નવા વષૅ નવી આશા સાથે યેન કેન પ્રકારે ધરેણા ગીરવે મૂકી ને પણ ૧/૮/૨/ થી ધંધા ચાલુ કર્યા દરીયા મા જવાની તૈયારી કરી ત્યાં ઉપરાછાપરી ત્રણ થી ચાર વાવાઝોડા આવ્યા બોટો ગમે તેટલી દુર ફીસીગ કરવા ગયેલી હોય છતાં સરકાર શ્રી ની સુચના થી પરત બંદરમાં બોલાવી લેવામાં આવતી, જેથી કિંમતી ડિઝલ બગાડીને આવવું પડ્યું,આમ છતાં હિંમત કરી ને ફરી ફરી ને બોટો દરીયા મા મોકલવામાં આવે તેવામાં વરસાદ આવે તેમાં મચ્છી બગડી જવાથી ફેંકવી પડ, ગુજરાત ના ઘણા બંદરોમાં જેવાકે જાફરાબાદ, રાજપરા, નવાબંદર, ઓખા, નારગોલ, ઉમરગામ,ધોલાઈ, તેમજ સુરત ના બંદરમાં મચ્છી ની સુકવણી કરીને દેશ તેમજ વિદેશમાં મોકલવામાં આવે છે, વરસાદ ને કારણે સુકવેલી મચ્છી મા જીવાત થવાને કારણે ફેંકવી પડછે, હમણાં જ તાજેતરમાં થયેલા કમોસમી વરસાદ ને કારણે આવા બંદરોમાં કરોડો રૂપીયાનું નુકસાન થયું છે, તેમજ કોરોના ટેસ્ટ ના બહાને " ચીન" દ્વારા ખરીદી મા વિલંબ કરી ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે,આમ વષોથી નુકશાની સહન કરતા રહેલા માછીમારો દ્વારા દર વર્ષે વળતર માંગવામાં આવેછે પરંતુ હજી સુધી ક્યારેય સહાય આપવામાં આવેલ નથી,૧૬૦૦ કિ,મી,નો દરીયાકાંઠો ધરાવતા ગુજરાત માં જો કોઈપણ મોટો ઉદ્યોગ હોય તો તે મત્સ્યોદ્યોગ છે,આમ છતાં સરકાર શ્રી દ્વારા ઓરમાયું વર્તન રાખવામાં આવેછે , તાજેતરમાં કમોસમી વરસાદના કારણે થયેલા કરોડો રૂપિયાના નુકસાન ને સાઈડમાં મુકી ને ફક્ત ખેડૂતો માટે સહાય આપવાના ઇરાદાથી ખેતી વાડી ને થયેલા નુકસાન માટે ના સર્વે માટેના હુકમ કરવામાં આવેલ છે, માછીમારોને યાદ પણ નથી કર્યો , ગુજરાત ના માછીમારો કરોડો રૂપિયાના નુ હુંડીયામણ કમાવી આપે છે તે પણ ધ્યાનમાં લેવામાં આવતું નથી , દરીયા પટ્ટી ના તમામ માછીમારો જેમાં ખારવા, કોળી, મુસ્લિમો, વગેરે તમામ માછીમાર સમાજો સરકાર શ્રી ની સાથે છે અને રહેવાના જ છે , માછીમારો દરિયામાં ડૂબી જાય છે અને મરણ પામે છે ત્યારે પણ કોઈ પણ જાતની સહાય આપવામાં આવતી નથી, સરકારશ્રી ને ફરી ફરી ને વિનંતી છે કે માછીમારોને સહાય રુપે ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે સહાય આપવામાં આવે જેથી માછીમાર ટકી રહે,અગાઉ રાજ્ય ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ મત્સ્યોદ્યોગ મંત્રી શ્રી જવાહરલાલ ચાવડા સાહેબ તેમજ મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી શ્રી પુરૂષોત્તમ ભાઈ સોલંકી સાહેબ ને લેખીત તેમજ મૌખિક રજૂઆત કરી છે છતાં આજદિન સુધી કોઈ પણ સહાય આપવામાં આવેલ નથી, સહાય મળવા બાબતની રજૂઆત ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ શ્રી સી,આર, પાટીલ સાહેબ ને લેખીત રજુઆત કરવામાં આવેલ છે, કનૈયાલાલ સોલંકી
0 Comments