ગુમ થયેલ મહિલાને પોરબંદર ખાતેથી શોઘી કાઢતી ગારીયાઘાર પોલીસ

ગારીયાઘાર પોલીસ સ્ટેશન જી.ભાવનગર -૧૬/૧૨/૨૦૨૦ ગુમ થયેલ મહિલાને પોરબંદર ખાતેથી શોઘી કાઢતી ગારીયાઘાર પોલીસ ભાવનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અઘિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ગુમ થયેલ તેમજ અપહરણ થયેલ વ્યક્તિઓને શોઘી કાઢવા ખાસ સુચના આપેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અઘિક્ષક શ્રી આર.ડી.જાડેજા સાહેબનાઓએ કાર્યવાહી કરવા સુચના આપેલ તે સુચના મુજબ ગારીયાઘાર પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ વી.વી.ધ્રાંગુ નાઓ એ ગુમ થયેલ ઇસમોને શોઘી કાઢવા સારૂ સ્ટાફને માર્ગદર્શન આપી ટેકનીકલ સેલની મદદ લઇ ગારીયાઘાર પો.સ્ટે ગુમ જાણવા જોગ નં.૨૪/૨૦૨૦ ના કામે ગુમ થયેલ મહિલા મહેશ્ર્વરીબેન વા/ઓ અશોકભાઇ ભીખાભાઇ વટાદરા ઉ.વ.૨૫ રહે.વાઘાણીશેરી,ગારીયાઘારવાળી ની બાતમીરાહે હકિકત મેળવેલ કે સદરહુ ગુમ થનાર મહિલા હાલ પોરબંદર ખાતે હોવાની માહિતી મળતા સદરહુ ગુમ થનાર મહિલાને શોઘી કાઢવા સારૂ ગારીયાઘાર પોલીસ સ્ટેશન ખાતેથી એક ટીમને પોરબંદર ખાતે મોકલી ટેકનીકલ સર્વેલન્સની મદદ લઈ ગુમ થયેલ મહિલા મહેશ્ર્વરીબેન વા/ઓ અશોકભાઇ ભીખાભાઇ વટાદરા ઉ.વ.૨૫ રહે.વાઘાણીશેરી,ગારીયાઘારને શોઘી કાઢી મજકુર મહિલાને તેના પતિ-પરીવારને સોંપી આપેલ. આમ,આ મહિલાના નાના બાળકો હોય, આથી બાળકો અને તેની માતાનો સુખદ મેળાપ થતા તેના પરિવારજનોમા ખુશીની લહેર છવાય ગયેલ. આ કામગીરીમા જોડાયેલ ટીમ (૧)વી.વી.ધ્રાંગુ પો.સબ.ઇન્સ (૨)પી.કે.ગામેતી અના.એ.એસ.આઇ (૩)રાજુભાઇ ડાંગર પો.કોન્સ (૪)લક્ષ્મણભાઇ ભમ્મર પો.કોન્સ રિપોર્ટર મુકેશ કંટારીયા ગારિયાધાર

Post a Comment

0 Comments