ભરારી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય પ્રતિભા હન્ટ પરીક્ષાનું ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો

ભરારી ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય પ્રતિભા હન્ટ પરીક્ષાનું ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ભરારી ફાઉન્ડેશન દ્વારા એક્ઝામ શાલા અને આઈઆઈટી ગુરુકુલના સહયોગથી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને 'રાષ્ટ્રીય પ્રતિભા હન્ટ પરીક્ષા' ઑનલાઇન પ્લેટફોર્મ દ્વારા લેવામાં આવી હતી. જેમાં પ્રથમ 10 ક્રમાંક પ્રાપ્ત કરનાર પરિક્ષાર્થીઓને પ્રમાણપત્ર સાથે ઇનામ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. જેમાં પરીક્ષાના કો-ઓર્ડીનેટર ગણેશ પાટીલ, ફાઉન્ડેશનના મુખ્ય સલાહકાર શ્રીનિવાસ મીટકુલ, આઈઆઈટી ગુરૂકુળ અને એક્ઝામ શાળાના સંસ્થાપક હરેન્દ્ર તોમર અને શૈલેષ સૈદાવત જી ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારી તેમજ વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખીને એક ખુલ્લી સ્પર્ધા તરીકે આયોજન કરવામાં આવી હતી. આ પરીક્ષા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સ્તરને ધ્યાને લઈ ત્રણ વિભાગમાં યોજવામાં આવી હતી. જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પરિક્ષાર્થીઓએ ભાગ લીધો હતો. અન્ય રાજ્યોના ભાગ લેનારા સ્પર્ધકોને પ્રમાણપત્ર અને ઇનામની રકમ પત્રવ્યવહાર દ્વારા મોકલી આપવામાં આવશે. ફાઉન્ડેશનના સંસ્થાપક નીતિન સૈદાને એ તમામ સહભાગીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. રીપોર્ટર સુનિલ ગાંજાવાલા સુરત 9898240701

Post a Comment

0 Comments