
ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડમાં ડો .બાબા સાહેબ આંબેડકરની 64 મી મહા પરિનિવાર્ણ દિવસ નિમિતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રધ્ધાંજલી આપતા પૂર્વ મંત્રી જશાભાઈ બારડ.
રામસિંહ મોરી.સુઞાપાડા
આજરોજ ડ.બાબા સાહેબ આંબેડકરની ૬૪મી મહા પરિનિવાર્ણ દિવસ નિમિતે ડી.બાબા સાહેબ આંબેડકરને પ્રતિમાને શ્રધ્ધાંલી આપતા સુત્રાપાડાના વતની અને ગુજરાત રાજયના પૂર્વ કેબીનેટ મંત્રી જશાભાઈ બારડ દ્વારા આપવામાં આવી. બાબા સાહેબે ભારતીય બંધારણમાં નિભાવેલી જવાબદારીઓને કારણે તેમને બંધારણના ધડવૈયા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમને મરણોઉપરાંત ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામાં આવ્યા. આ મહાન વિભૂતિની આજે ૬૪મી પુણ્યતિથિ નિમિતે સુત્રાપાડામાં આવેલ ડ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પર આજે શ્રધ્ધાંજલીના આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં દલિત સમાજના આગેવાન રામસિંહ વાણવી, મુળજીભાઈ વાણવી, રામજીભાઈ વાણવી, દેવાભાઈ વાણવી, જાદવભાઈ વાણવી, મેરૂભાઈ વાણવી, રાહુલભાઈ વાણવી અને આગેવાનો તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ રમેશભાઈ વડાંગર, ભરતભાઈ બારડ, કાળાભાઈ બારડ અને નગરપાલિકાના સભ્યો હાજર રહયા હતા,
*આ સમયે *પૂર્વ મંત્રી જશાભાઈ બારડે* *જણાવ્યુ હતુ કે .બાબા સાહેબ આંબેડકરે જે* *કાર્યો દેશ માટે કર્યા છે તેને કયારે કોઈ ભૂલી શકશે નહિ. આ મહાન વિભૂતિને કોટી કોટી વંદન*.
0 Comments