સુરતમાં પાલ- ઉમરા બ્રિજ માં નડતર રૂપ મકાનોનું ડીમોલેશન થતાં અસરગ્રસ્તો નો ભારે વિરોધ
સુરતમાં છેલ્લાં પાંચ વર્ષ કરતાં વધુ સમયથી બી. આર. ટી. એસ ફેસ-૨ હેઠળ આવતાં મહત્વપૂર્ણ પાલ- ઉમરા બ્રિજનાં અસરગ્રસ્તોનું કોકડું ઉકેલવામાં સફળતાં મળતી નહોતી હાઇકોર્ટમાં ૧૦ મિલકતદારોએ કબજો આપવાની બાંહેધરી આપ્યાં બાદ આજે પાલિકા દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું પોલીસ કાફલા સાથે પાલિકા દ્વારા ડિમોલિશનની કામગીરી સામે રહીશોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો મહિલાઓએ રોકકળ કરીને કામગીરી અટકાવવા પ્રયાસ કર્યા હતાં જેથી પોલીસનાં કાફલા દ્વારા સમજાવટથી કામ લેવાની સાથે ૬ જેટલા લોકોની અટકાયત પણ કરવામાં આવી છે મિલકતદારોએ આક્ષેપ કર્યો કે અમોને વળતર મળ્યું નથી પાલિકાનાં અધિકારીઓએ જણાવ્યું કે હાઇકોર્ટનાં આદેશ મુજબ નિયમોને આધિન કામ કરવામાં આવી રહ્યું છે
રીપોર્ટર
સુનિલ ગાંજાવાલા
સુરત
0 Comments