પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જી એ સ્ટેચ્યુ ઓફ યુનિટી, કેવડિયા ખાતે એકતા મોલનું લોકાર્પણ કર્યું હતું અને મુલાકાત લીધી હતી. દેશ-વિદેશના પ્રવાસીઓ કેવડીયાની મુલાકાત દરમ્યાન ખરીદીનો વિશિષ્ટ પ્રકારનો અનુભવ લઈ શકે તે માટે બે માળ અને 35000 ચો. ફુટમાં પથરાયેલ વિશાળ એકતા મોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં દેશના જુદા જુદા રાજયોમાંથી 20 જેટલા પરંપરાગત હેન્ડલુમ અને હેન્ડીક્રાફટ એમ્પોરિયા છે. એકતા મોલમાં દેશના જુદા જુદા રાજ્યોની વખણાતી ચીજવસ્તુઓ એક જ જગ્યાએથી ખરીદીનો પ્રવાસીઓ આનંદ માણે છે.
રિપોર્ટ : હિંમતભાઈ મકવાણા
0 Comments