કુંભણ પ્રા. આરોગ્ય કેન્દ્ર, મોટા આસરાણા પી.એચ. સી., બીલા પી. એચ. સી., સેંદરડા પી. એચ. સી. માં કોરોના વોરીયર્સ આરોગ્ય કર્મચારીઓ ને સન્માનિત

તાજેતર માં ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ દ્વારા કુંભણ પ્રા. આરોગ્ય કેન્દ્ર, મોટા આસરાણા પી.એચ. સી., બીલા પી. એચ. સી., સેંદરડા પી. એચ. સી. માં કોરોના વોરીયર્સ આરોગ્ય કર્મચારીઓ ને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમ ગુજરાત કર્મચારી હિત રક્ષક મંડળ પ્રમુખ શ્રી દિનેશરાજ રાવલિયા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના તમામ કર્મચારીઓ ને શ્રી દિનેશરાજ રાવલિયા, હોમગાર્ડ યુનિટ -મહુવા ના કમાન્ડિંગ ઓફિસર શ્રી હરિભાઈ વાઘ,કલમ વીર ન્યૂઝ ના તંત્રી શ્રી પરેશ ભાઈ જીતિયા,જગદીશ ભાઈ વાળા, કુંભણ મેડિકલ ઓફિસર શ્રી ડૉ. એમ. બી. સિસોદિયા, મોટા આસરાણા મેડિકલ ઓફિસર શ્રી ડૉ. એચ. એલ.ભૂત, બીલા મેડિકલ ઓફિસર શ્રી ડૉ. આર. ડી. પ્રબતાણી, સેંદરડા મેડિકલ ઓફિસર શ્રી ડૉ. એસ. બી. ટાઢા ના હસ્તે સન્માન પત્ર આપી. સન્માનિત કરેલ. આ કાર્યક્રમ માટે મેડિકલ ઓફિસર ડૉ. સીસોદીયા,ડૉ. ભૂત, ડૉ. ટાઢા, ડૉ. પ્રબતાણી , શ્રી વી. કે. મકવાણા, શ્રી એચ. જે. અગ્રાવત, શ્રી જે. એચ. વાઘેલા, શ્રી જોશી, હેલ્થ સુપરવાઈજર શ્રી કે. ડી. સરવૈયા, શ્રી પટેલભાઈ, વિગેરે એ જહેમત ઉઠાવી હતી.

Post a Comment

0 Comments